Not Set/ સુરતમાં 71 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ-કોલેજના વર્ગો કરાવાયા બંધ

શહેરમાં  71 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કતારગામ વિસ્તારમાં આવેલ ખોડિયાર ડાયમંડમાં પણ ટેસ્ટિંગ કરાવતા 12 પોઝિટિવ દર્દીઓ મળી આવતા…

Gujarat Surat
સુરતમાં

સુરતમાં સતત કોરોના તેનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધની સાથે સાથે ડોકટરો આને નર્સ પણ આ વાયરસ તેની ચપેટમાં લઈ રહ્યો છે. ત્યારે આવામાં શહેરમાં  71 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કતારગામ વિસ્તારમાં આવેલ ખોડિયાર ડાયમંડમાં પણ ટેસ્ટિંગ કરાવતા 12 પોઝિટિવ દર્દીઓ મળી આવતા આ સંસ્થા બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પાટડીના હેબતપુર નજીક સુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની લાશ મળી આવતા ચકચાર

સોમવારે શહેરમાં કુલ 71 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. જે પૈકી ડી કે ભટરાઘર શાળામાં 2 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા શાળા બંધ કરેલ છે. આ સિવાય વનિતા વિશ્રામ, સેવન્થ ડે, ઉન્નતિ શાળા, સીટીઝન, જીવન ભારતી, સેંટ જેવીયર્સ, સનરેસ શાળા, પી પી સવાણી, તારા વિધ્યાલય, અગ્રવાલ વિધ્યા વિહાર, ડી પી એસ, મહેશ્વરી, હિલ્સ હાઇ, સંસ્કાર ભારતી, હસ્તાકૂલ વિધ્યાભવન, ભૂલકાં ભવન સ્કૂલ તેમજ એસ વી એન આઈ ટી કોલેજ તથા અન્ય સ્કૂલો તથા કોલેજમાં આવેલ છે. આ સ્કૂલો તથા કોલેજમાં પાલિકાની ટીમે જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ તમામ સ્કૂલો તથા કોલેજ મળીને કુલ 759 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.

સોમવારે સુરત જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો ઓલટાઈમ હાઈનો નોંધાવા પામ્યો છે. સુરત જિલ્લામાં આ કેસમાં સૌથી વધારે ઓલપાડ તાલુકામાં 86 કેસ નોંધાયેલા હતા. સાથે સાથે સુરત જિલ્લામાં નોંધાયેલા કેસ એ રાજ્યના તમામ જિલ્લાઓમાં નોંધાયેલા સૌથી વધુ કેસ અને રાજ્યની અમદાવાદ, સુરત તેમજ વડોદરા કોર્પોરેશન પછીના ચોથા ક્રમે હતા.

આ પણ વાંચો :  કેમેરા મૂકી મારી અને પત્નીના અંગત પળોનો વીડિયો વાયરલ કરતા આત્મહત્યા કરૂં છું”: પોલીસ જવાન

સુરત જિલ્લામાં સોમવારે જે બે દર્દીના મોત થયા તેમાં કામરેજમાં 75 વર્ષના વૃદ્ધા તેમજ ઓલપાડના શેરડી ગામના 52 વર્ષિય વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે જે કેસ નોંધાયા તેમાં ચોર્યાસીમાં 10, કામરેજમાં 78, પલસાણામાં 53, બારડોલીમાં 84, મહુવામાં 33, માંડવીમાં 60, માંગરોલમાં 54 તેમજ ઉમરપાડામાં 6 કેસ નોંધાયા હતા. સુરત જિલ્લામાં આજના કેસ સાથે કોરોનામાં કુલ કેસનો આંક 34900 થયો છે. જ્યારે મોતનો આંક પણ 494 પર પહોંચી જવા પામ્યો છે. આ સાથે સુરત જિલ્લામાં 145 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા હતા. જે રીતે સુરત જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે તે જોતા સુરત જિલ્લામાં કોરોનાના મામલે સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12735  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ  4340માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2955 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1207  કેસ, રાજકોટમાં 461 ,, વલસાડમાં  340કેસ, ગાંધીનગરમાં 212,કેસ, ભરૂચમાં  284  કેસ, સુરત ગ્રામ્યમાં 464 કેસ, ભાવનગરમાં  202કેસનોંધાયા છે,જામનગરમાં 210, કચ્છમાં 159 કેસ  નોંધાયા  છે.

આ પણ વાંચો :સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી6096  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63610 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી8 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  9,22,750સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,52,471પહોંચી ગઇ છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના 1 મહીના પછી મળ્યા સમાચાર 

આ પણ વાંચો :ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગોને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર