Rajkot News/ ધોરાજી-ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ ભેટારિયાનું રાજીનામું

આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે, જે પાર્ટીની સ્થાનિક રાજનીતિમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે.

Top Stories Gujarat Breaking News

Rajkot News: ધોરાજી (Dhoraji) ઉપલેટા (Upleta) વિધાનસભા યુવા કોંગ્રેસ (Congress) ના પ્રમુખ સિદ્ધાર્થ ભેટારિયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું પાર્ટીની આંતરિક કામગીરીમાં થતી અવગણના અને કાર્યકર્તાઓની ઉપેક્ષાને લઈને આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે, જે પાર્ટીની સ્થાનિક રાજનીતિમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે.

સિદ્ધાર્થ ભેટારિયાએ તેમના રાજીનામામાં જણાવ્યું છે કે, યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમની કામગીરી અને પ્રયાસોને પાર્ટીમાં યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે, હોદ્દા પર હોવા છતાં પાર્ટીની મિટિંગો, કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમની સાથે-સાથે અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પણ અવગણના કરવામાં આવી. આ અંગે તેમણે પાર્ટીના ઉપરી અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનું તેમનું કહેવું છે. આ બાબતે નિરાશ થઈને તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા

આ પણ વાંચો:રાજકોટમાં થિયેટરમાં સૈયારા ફિલ્મ જોતા જોતા બિયર પીતા બે યુવકો ઝડપાયા, પોલીસે એક સામે જ FIR કરી, સ્થળ પણ બદલી નાખ્યું