Rajkot News : દારૂબંધીના લીરા ઉડાવતી એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં સૈયારા ફિલ્મ જોવા ગયેલા બે યુવકો બિયરના ટીન સાથે ઝડપાયા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનાએ ‘શું અહીં મૂવી જોતાં જોતાં બિયર પીવાની છૂટ આપવામાં આવતી હશે?’ જેવા ગંભીર સવાલો ઉભા કર્યા છે.જો કે, આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એ-ડિવિઝન પોલીસે એક જ આરોપીનું બતાવ્યું અને ઝડપેલા યુવાનનું લોકેશન પણ રાજેશ્રી ટોકીઝની અંદરને બદલે બહાર બતાવતા અનેક શંકાઓ ઉભી થઈ છે.
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લોધિકાના ખીરસરા ગામના ધવલ ખીમજી સાગઠીયાને ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી ટોકીઝની પાસે રોડ ઉપરથી રૂ. 200ની કિંમતના ઇંગ્લિશ દારૂ બિયર ટીન 1 સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ યુવાન પાસ-પરમિટ વગર દારૂ સાથે ઝડપાઈ જતા પ્રોહિબિશન કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જોકે જે વીડિયો વાઇરલ થયો છે તેમાં સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે, બે યુવાનો બિયરના ટીન સાથે રાજેશ્રી ટોકીઝમાં બેઠા છે. બંને યુવાનો પોતાના બેગમાંથી બિયરના ટીન કાઢી રહ્યા છે.
મુવી જોવા આવેલા કોઇ એક વ્યક્તિના હાથે ઝડપાઈ ગયા બાદ બંને યુવાનોના હોશ ઉડી ગયા હતા. હાલ તો પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે બંને યુવાનો થિયેટરમાં બિયરના ટીમ સાથે કઈ રીતે ઘૂસ્યા?, શું અહીં થિયેટરમાં દરરોજ પિક્ચર જોવા માટે આવતા લોકોને આ પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે ?, જો આવું હોય તો પોલીસે થિયેટરના સંચાલક સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો: સુરત : ઓલપાડ ગ્રામ પંચાયતનો તલાટી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા મકાન સંદર્ભે લાંચ લેતા માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝડપાયો
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો
