Gandhinagar News/ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા મકાન સંદર્ભે લાંચ લેતા માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝડપાયો

રૂ.3,500 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat Gandhinagar
Gandhinagar News : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાન બનાવવા બેન્ક ખાતામાં રૂ.50 હજાર જમા કરાવવાના બદલામાં રૂ.3,500 ની લાંચ લેતા ગાંધીનગરના માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝંખિત મહેન્દ્રભાઇ રાવળ ACBને હાથે ઝડપાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ ફરિયાદીના પિતાજીના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજુર થયું હતું. જે મકાન બનાવવા ફરીયાદીના પિતાજીના બેંક ખાતામાં રૂ.50,000 નો હપ્તો જમા કરાવવાના આવેજ પેટે માણસા તાલુકા પંચાયતના વર્કસ મેનેજર ઝંખિત મહેન્દ્રભાઇ રાવળે રૂ.3,500ની  લાંચની માગણી કરી હતી.
જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેણે  ACBનો સંપર્ક કર્યો હતો.જેને પગલે ACBએ મહારાજા પાનપાર્લર, બસ સ્ટેન્ડ પાસે, માણસા, જી.ગાંધીનગર ખાતે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.3,500ની લાંચ લેતા ઝંખિત મહેન્દ્રભાઇ રાવળઝડપાઈગયોહતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં થયો ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો

આ પણ વાંચો: જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ

આ પણ વાંચો: અમદાવાદમાં 30 માળથી પણ ઊંચી 25 બહુમાળી ઇમારત બનશે