Junagadh News: જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં આવેલી ગ્રાન્ટેડ હાઇસ્કુલ માં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે શાળાની હાલત એવી છે કે તે ગમે ત્યારે ધરાશાઈ થઈ શકે છે અત્યારે વહેલી તકે શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વાલીઓમાં રોષ ફેલાયો છે
સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહ્યું છે પરંતુ સ્થળ પર સ્થિતિ કઈક અલગ છે વાત જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં આવેલી હાઈ સ્કૂલની છે કે જ્યાં 60 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરે છે આ શાળાની સ્થિતિ દયનીય બની છે. છેલ્લા 50 વર્ષથી લીમધ્રા ગામમાં આ શાળાની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ છેલ્લા 15 વર્ષથી અતિર્જરીત બની છે. સ્કૂલની ઈમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જ જોવા મળે છે અને ખીલાસરીઓ પણ બહાર નીકળી ગઈ છે છત પણ અત્યંત જર્જરીત હાલતમાં છે, તેમજ બહારથી બિલ્ડીંગ પણ ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેમ છતાં ગ્રાન્ટેડ શાળા મંડળના સંચાલકો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે અને વહેલી તકે આ શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
શાળાનું સ્થળાંતર જરૂરી છે
બીજી તરફ ધોરણ નવ અને દસમા અભ્યાસ કરતા બાળકો વચ્ચે એક જ વર્ગ શિક્ષક છે અને તે જ પ્રિન્સિપાલ છે જેની જવાબદારી આ તમામ બાળકોની છે હાલ તો બાળકો ભય વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અવારનવાર ટ્રસ્ટી મંડળનું પણ ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી બાળકોને ના છૂટકે અહીં બેસીને જ અભ્યાસ કરવો પડે છે ત્યારે શાળાના આચાર્ય દ્વારા પણ ટ્રસ્ટી મંડળને તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેવું શાળાના આચાર્ય દ્વારા ખાતરી આપી હતી.
આમ અતિજર્જરીત બનેલી આ શાળામાંથી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ક્યારે સ્થળાંતર કરવામાં આવે છે તે જોવું રહ્યું. પરંતુ સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે?
આ પણ વાંચો:વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20નાં મોત, બે હજી પણ ગુમ
આ પણ વાંચો:વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ભાજપ નેતા ભુલ્યા ભાન, પૂલ તૂટવાની ઘટનાને ગણાવી કુદરતી
આ પણ વાંચો:ગંભીરા બ્રિજની ઘટના બાદ વડોદરામાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક
