Gujarat News: રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત ઉપર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુસર વર્ષ 2025-26 માટે “નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ અને ઓઈલ પામ યોજના” અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઈલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવી રહી છે.
યોજનાના અનુસંધાને, ખેડૂતોને પ્રતિ હેકટર પહેલા વર્ષે ₹29,000ની સહાય અને ત્યારબાદના ચાર વર્ષ માટે પ્રતિ વર્ષ ₹10,500ની સહાય આંતરપાક તથા પાક નિભાવણી ખર્ચ માટે આપવામાં આવશે.
ઓઈલ પામ એટલે કે પામ ઝાડમાંથી મેળવાતા પામોલિન ઓઈ
ઓઈલ પામ એટલે કે પામ તેલના પાક માટે હવે ખેડૂતોને મળશે સરકારી સહાય. વર્ષ 2025-26 માટે ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ અને ઓઈલ પામ’ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે.
યોજના મુજબ, ખેડૂતોને ઓઈલ પામના વાવેતર માટે પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે ₹29,000 અને બાકીના ચાર વર્ષ સુધી દર વર્ષે ₹10,500 સહાય મળશે — જે આંતરપાક અને પાક નિભાવ માટે ઉપલબ્ધ થશે.
પામોલિન ઓઈલથી બનાવેલ ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી બગડતા નથી અને આ તેલની દેશભરમાં ભારે માંગ છે. હાલમાં ભારત આ તેલ વિદેશથી આયાત કરે છે, જેના બદલામાં વિદેશી મૂદ્રા વાપરવી પડે છે. હવે આ સહાયથી ખેડૂતો પણ વધુ આવક મેળવી શકશે અને દેશને પણ લાભ થશે.
યોજના અંતર્ગત માર્ગદર્શન અને પ્લાન્ટિંગ મટિરિયલ માટે ભાવનગર જિલ્લામાં પ્રિ-યુનિક કંપનીને માન્યતા આપવામાં આવી છે. ઇચ્છુક ખેડૂતોએ વધુ માહિતી માટે સંપર્ક કરવો:
મોબાઈલ: 9154197975 ફોન: 0278-2420444 સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે પણ રૂબરૂ સંપર્ક કરી શકાય.
આ સહાય યોજનાનો લાભ લઇને ખેડૂત મિત્રો વધારે નફો મેળવો અને દેશના આયાત ખર્ચમાં ઘટાડો લાવવામાં યોગદાન આપો!
આ પણ વાંચોઃભાવનગર વરતેજ પોલીસ પર નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરવાના આરોપ
આ પણ વાંચોઃભાવનગરમાં લોનના બહાને લાખો રૂપિયાની ઠગાઈ
આ પણ વાંચોઃભાવનગરના જેસરમાં 17 સાવજોની ભવ્ય એન્ટ્રી
