Bhavnagar News/ ભાવનગરમાં લોનના બહાને લાખો રૂપિયાની ઠગાઈ

ભાવનગરમાં લાખો રૂપિયાની ઠગાઈથી ચકચાર મચી છે. અવાણીયા ગામના યુવાન સહિત ત્રણ સાથે ઠગાઈ થઈ છે. લોન અપાવવાના બહાને આ ઠગાઈ આચરવામાં આવી છે. આ ઠગાઈ પાછી લાખો રૂપિયામાં કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં લાખો રૂપિયાની ઠગાઈથી ચકચાર મચી છે. અવાણીયા ગામના યુવાન સહિત ત્રણ સાથે ઠગાઈ થઈ છે. લોન અપાવવાના બહાને આ ઠગાઈ આચરવામાં આવી છે. આ ઠગાઈ પાછી લાખો રૂપિયામાં કરવામાં આવી છે.

અજાણ્યા શખ્સ દ્વારા આ ઠગાઈ આચરવામાં આવી છે. અલગ-અલગ ખાતામાંથી રૂપિયા નંખાવીને 80 લાખ રૂપિયાથી વધુ રકમની ઠગાઈ કરવામાં આવી છે. ભોગ બનનારની જાણ બહાર તેના ખાતામાંથી રૂપિયા માઇનસ થયા છે. આના પગલે ઠગાઈનો ભોગ બનનાર યુવકે ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાવનગર જેવા નાના શહેરમાં આટલી મોટી રકમની ઠગાઈથી પોલીસ પણ ચોંકી ગઈ છે. પોલીસને પણ થયું કે આવા તે કયા કૌભાંડીઓ આવી ગયા છે કે આવડી મોટી રકમની ઠગાઈ છે.

પોલીસ હવે અહીં તે એન્ગલથી તપાસ કરી રહી છે કે ભાવનગરમાં ક્યાંક લોનનું રેકેટ તો ચાલતું નથીને. આ લોનના રેકેટના નામે તો કોઈ કૌભાંડ આચરવામાં આવતું નથીને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ સિવાય કોઈ પોન્ઝી સ્કીમ શહેરમાં ચાલી રહી નથી તેના અંગે પણ તપાસ કરી રહી છે.

પોલીસે આ અંગે ઠગાઈનો ભોગ બનેલા યુવકની પણ પૂછપરછ કરી છે. તે આ ઠગોના સંપર્કમાં કઈ રીતે આવ્યો. આ ઠગોએ તેનો વિશ્વાસ કઈ રીતે કેળવ્યો અને પછી કયા આધારે તેમણે ખાતામાં આટલી રકમ ટ્રાન્સફર કરવાનું કહ્યુ. આ ઉપરાંત તેની જાણ બહાર તેના ખાતામાંથી રૂપિયા કઈ રીતે ઉપડી ગયા. તેણે કોઈ ઓટીપી નંબર આપ્યો હતો.

જો આવું ન હોય તો તેણે કોઈ અજાણી લિંક પર ક્લિક કર્યુ હતુ તેમ પણ પૂછ્યું હતું. આમાંનું કશું જ કર્યુ ન હોય તો આ રીતે બેન્કમાંથી રૂપિયા કઈ રીતે ઉસેટી જાય તે વાત પોલીસ માટે પણ આશ્ચર્યજનક છે. આ માટે પોલીસ હવે બેન્કના ટેકનિકલ સ્ટાફની મદદ લેવાની છે.  આગામી દિવસોમાં પોલીસ આ કેસમાં કોઈ રહસ્યોદઘાટન કરે તો આશ્ચર્ય ન પામતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં લેબના કર્મચારીએ કરી લાખોની ઠગાઈ

આ પણ વાંચો: ભાવનગરમાં વાહન માલિકોએ ચેતવા જેવો કિસ્સો, ચાની લારી ધરાવતા વ્યક્તિને ગઠિયાએ ઠગવાનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો: ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક ઝડપાયો