Bhavnagar News : ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં તબીબ સાથે રૂ. 50.89 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. છેતરપિંડીના આ કેસમાં આરોપીઓની ધરપકડનો આંક છ ઉપર પહોંચ્યો છે.ચાર મહિના પહેલા આ તબીબ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
જેમાં તબીબ પાસે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવીને ઠગાઈ કરવામાં આવી હતી. તબીબને શેરબજારમાં રપિયા કમાવવાના બહાને રોકાણ કરાવવામાં આવ્યું હતું.હર્ષીલ ઉર્ફે બીટ્ટુ જનક દવે નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. બાદમાં તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત ભાજપ મહિલા મોર્ચા નેતા દિપીકા પટેલની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયેલું
આ પણ વાંચો: સુરતમાં દિકરાને ઝેરી દવા પીવડાવીને માતાની આત્મહત્યા
આ પણ વાંચો: સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?
