Rajkot News/ રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ બાદ PGVCLનું ઓપરેશન

PGVCLના ચીફ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો ફરી શરૂ થઈ શકે

Gujarat Rajkot
વરસાદ (Rain) અને પાણી ભરાવાની સ્થિતિને કારણે રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાં PGVCL દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Rajkot News : સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ છે. વરસાદ (Rain) અને પાણી ભરાવાની સ્થિતિને કારણે રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાં PGVCL દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 589 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 529 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 60 ગામોમાં વીજળી શરૂ કરવા માટે સતત કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 27 ટ્રાન્સફોર્મર તેમજ 344 વીજ ફીડરો અસરગ્રસ્ત બન્યા છે. હાલ PGVCLની 60 વિશેષ ટીમો મેદાનમાં ઉતરીને વીજ પુરવઠો સામાન્ય બનાવવા માટે સતત કામ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યાં પાણી ભરાયેલા હોવાથી ટ્રાન્સફોર્મર સુધી પહોંચવું મુશ્કેલ છે, ત્યાં પાણી ઓસરતાની સાથે જ રિપેરિંગ અને મરામતનું કામ શરૂ કરવામાં આવશે.

PGVCLના ચીફ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો ફરી શરૂ થઈ શકે.

આ દરમિયાન લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ વીજપોલ, તૂટેલા વાયર અથવા વીજ લાઈન સાથે જાતે ચેડાં ન કરે. કોઈ જોખમી સ્થિતિ નજરે પડે તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી.


આ પણ વાંચો : પંચમહાલના છોગાળા ગામમાં વાવાઝોડાનો કહેર, 12 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં 43°C ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ, 3 ગામના લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદનો તાંડવ, 690 ગામોમાં PGVCLનો વીજ પુરવઠો ખોરવાયો