Gujarat Weather/ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદનો તાંડવ, 690 ગામોમાં PGVCLનો વીજ પુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન. PGVCLના 690 ગામોમાં વીજ પુરવઠો (Power Outage) ખોરવાયો, જામનગર-દ્વારકા અને રાજકોટમાં વધુ અસર.

Top Stories Gujarat Breaking News
Power Outage

Gujarat Weather:ગુજરાતમાં એક તરફ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમી માંથી રાહત  મળી છે.સાથે સાથે ગઈ કાલે બપોરથી (19 માર્ચ) સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદને કારણે PGVCLનો વીજ પુરવઠો (Power Outage) ખોરવાઈ ગયો હતો. જાણકારી અનુસાર ભારે પવનને કારણે વીજળીના થાંભલા અને વાયરો તૂટી પડવાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 690 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

 વરસાદને કારણે જામનગર-દ્વારકા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે, વાવાઝોડાને કારણે 302 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.વીજ કંપનીના અધિકારીઓના અનુસાર, વાવાઝોડાને કારણે હાલાર વિસ્તારમાં 98 વીજ થાંભલાને નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે રાજકોટ શહેરમાં વીજ કંપનીના માળખાને પણ ભારે નુકસાન થયું છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં, જેમાં પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાવડ રોડ અને કોઠારિયાનો સમાવેશ થાય છે, આશરે 20 થાંભલા તૂટી પડ્યા હતા. વધુમાં, ઘણા વિસ્તારોમાં, ઉપરના વીજ લાઈનો પર વૃક્ષો પડી જવાથી કલાકો સુધી વીજ પુરવઠો (Power Outage) ખોરવાઈ ગયો હતો.

મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત (Power Outage)

રાજકોટ શહેરના કુલ 53 ફીડર બંધ થઈ ગયા હતા અને પાવર રિસ્ટોરેશન ટીમોએ મોડી રાત સુધી યુદ્ધના ધોરણે કામ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો. જોકે, સાધુ વાસવાણી રોડ, રેલનગર અને માધાપર જેવા વિસ્તારોમાં પાંચ કલાક સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો ન હતો, જેના કારણે રહેવાસીઓમાં મુશ્કેલી ઉભી થઈ હતી અને સ્થાનિક વીજ કચેરીમાં ફરિયાદો નોંધાવી હતી. વાવાઝોડાએ રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે વિનાશ વેર્યો હતો, ઉપલેટા અને ધોરાજી સહિત ગ્રામીણ પટ્ટાના અનેક ગામોમાં ભારે પવનને કારણે 50 થી વધુ વીજ થાંભલા પડી ગયા હતા, જેના કારણે 112 ગામોમાં વીજ પુરવઠો (Power Outage) ખોરવાઈ ગયો હતો.

મોરબી જિલ્લો પણ વાવાઝોડાનો ભોગ બન્યો હતો, જેમાં મોરબી ક્ષેત્રમાં વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હાલમાં, મોરબી જિલ્લાના 132 ગામો વીજળી વિનાના છે. વધુમાં, ભુજના 111 ગામોમાં, અંજારના 25 ગામોમાં અને કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લાના 8 ગામોમાં વીજ પુરવઠો (Power Outage) ખોરવાઈ ગયો હતો.


આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે અચાનક માવઠાની એન્ટ્રી, 18થી 20 માર્ચ સુધી ગાજવીજ-ભારે પવન સાથે વરસાદની આગાહી 

આ પણ વાંચો:માવઠાની એન્ટ્રી! ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, ખેડૂતો અને જનતા માટે જાહેર થયું એલર્ટ

આ પણ વાંચો:રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી