Budget 2026 Income Tax Slab History India: દેશના કરદાતાઓ અત્યારે 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવનારા કેન્દ્રીય બજેટ 2026ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગની નજર આવકવેરાના (Income Tax) સ્લેબમાં થનારા સંભવિત ફેરફારો પર ટકેલી છે. આઝાદી સમયે ભારતમાં ઇન્કમ ટેક્સના 11 સ્લેબ હતા, જે સમયાંતરે બદલાતા રહ્યા છે.

છેલ્લા 30 વર્ષમાં ટેક્સ સ્લેબ થયેલા મુખ્ય ફેરફારો
- 1994-95 (મનમોહન સિંહ): માત્ર ત્રણ સ્લેબ (20%, 30%, 40%) રાખવામાં આવ્યા હતા.
- 1997-98 (પી. ચિદમ્બરમ): આ ‘ડ્રીમ બજેટ’માં ટેક્સ રેટ ઘટાડીને 10%, 20% અને 30% કરવામાં આવ્યા.
- 2005-06: પ્રથમ વખત 1 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી.
- 2012-13: ટેક્સ ફ્રી આવકની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી.
- 2014-15: આ બજેટમાં વેલ્થ ટેક્સ (Wealth Tax) નાબૂદ કરવામાં આવ્યો.
- 2018-19: પીયૂષ ગોયલે 5 લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ ટેક્સ છૂટ આપી.
- 2020-21: નવી કર વ્યવસ્થા (New Tax Regime) રજૂ કરવામાં આવી.
વર્તમાન ટેક્સ માળખું (બજેટ 2025 મુજબ)
બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળ જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે:
| આવકની મર્યાદા | ટેક્સનો દર |
| ₹4 લાખ સુધી | 0% |
| ₹4 લાખ થી ₹8 લાખ | 5% |
| ₹8 લાખ થી ₹12 લાખ | 10% |
| ₹12 લાખ થી ₹16 લાખ | 15% |
| ₹16 લાખ થી ₹20 લાખ | 20% |
| ₹20 લાખ થી ₹24 લાખ | 25% |
| ₹24 લાખથી વધુ | 30% |
Budget 2026 પાસેથી શું છે અપેક્ષા?
ગત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) ₹50,000 થી વધારીને ₹75,000 કરવામાં આવ્યું હતું. હવે 2026ના બજેટમાં કરદાતાઓ ટેક્સ ફ્રી મર્યાદામાં વધુ વધારાની અને રોકાણ પર વધુ છૂટછાટની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો:સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, 4 નવા બિલ સાથે 16 બિલ રજૂ થઈ શકે છે
