Gandhinagar News : ગુજરાતનું પાટનગર ગાંધીનગર વિકાસ અને હરિયાળી માટે ઓળખાય છે, પરંતુ હવે અકસ્માતો(Accident) ને કારણે આ જ શહેરના માર્ગો વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ છતાં માર્ગ અકસ્માતો કાબૂમાં આવતા નથી અને નિર્દોષ માનવ જિંદગીઓ રોજિંદા રીતે હોમાઈ રહી છે.
ત્રણ વર્ષમાં 2201 અકસ્માત, 640 લોકોનાં મોત
ગાંધીનગર જિલ્લા પોલીસ અને ટ્રાફિક વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં કુલ 2201 માર્ગ અકસ્માતો (Accident)થયા છે, જેમાં 640 લોકોએ જીવ ગુમાવ્યો છે.
2023: 788 અકસ્માત, 211 મોત
2024: 768 અકસ્માત, 215 મોત
2025: 645 અકસ્માત, 214 મોત
અકસ્માતોની સંખ્યામાં થોડી ઘટારૂપતા જોવા મળે છે, પરંતુ મૃત્યુઆંકમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.
2026ના જાન્યુઆરીમાં જ 20 મોત

ચોંકાવનારી બાબત એ છે કે 2026ના માત્ર જાન્યુઆરી મહિનામાં જ 20 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે. તાજેતરમાં ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના યુવાન પુત્રનું લક્ઝરી કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મોત થયું હતું, જેણે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે.
હાઈ-સ્પીડ અને ‘હિટ એન્ડ રન’ સૌથી મોટું કારણ
અકસ્માતો (Accident)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે 70 ટકા કરતાં વધુ અકસ્માતોમાં ઓવર સ્પીડિંગ જવાબદાર છે. વહેલી સવારે અને મોડી રાત્રે રસ્તા ખાલી હોવાના કારણે વાહનો બેફામ ગતિએ દોડે છે.ઘણા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના અભાવને કારણે ‘હિટ એન્ડ રન’ના કિસ્સાઓ વધી રહ્યા છે, અને આરોપી ચાલકો ભાગી છૂટવામાં સફળ થાય છે.
પોશ વિસ્તારોમાં પણ ભયાનક અકસ્માતો
ગાંધીનગરના રાંદેસણ અને સરગાસણ જેવા પોશ વિસ્તારોમાં લક્ઝરી વાહનોના અકસ્માતો (Accident)એ શહેરને હચમચાવી દીધું છે.
રાંદેસણમાં બેફામ SUV ચાલકે રાહદારીઓ અને બે ટુ-વ્હીલર સવારોને કચડી નાખ્યા
સરગાસણમાં BMW કારએ એક્ટિવા સવાર 70 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત
46% ભોગ બન્યા ટુ-વ્હીલર સવારો
આંકડાઓ મુજબ ગાંધીનગરના કુલ માર્ગ અકસ્માતો (Accident) માં 46 ટકા કેસોમાં ટુ-વ્હીલર સવારો ભોગ બનેલા છે, જે દર્શાવે છે કે ટુ વિહલરના ચાલકો સૌથી વધુ જોખમમાં છે.
ડ્રાઈવ અને નિયમો છતાં પરિણામ શૂન્ય?
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સમયાંતરે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, સ્પીડ લિમિટ નક્કી થાય છે અને દબાણો દૂર કરાય છે. છતાં પણ
સીસીટીવી નેટવર્કની મર્યાદા
અંધારાનો લાભ
પોલીસ પેટ્રોલિંગની અછત
આ બધાના કારણે અકસ્માતો (Accident)અને ખાસ કરીને ‘હિટ એન્ડ રન’ના બનાવો કાબૂમાં આવતા નથી.
હવે શું કરવું અનિવાર્ય?
માર્ગ અકસ્માતોમાં મૃત્યુઆંક ઘટાડવા માટે હવે તાત્કાલિક પગલાં જરૂરી બન્યા છે. હાઈવે અને આંતરિક માર્ગો પર સ્પીડ લિમિટનું કડક પાલન કરવું જરૂરી છે.
સીસીટીવી કેમેરાનું વ્યાપક નેટવર્ક
રોડ સાઈડ આડેધડ પાર્કિંગ અને દબાણો દૂર કરવું
સવાર-સાંજ સઘન પોલીસ પેટ્રોલિંગ
જો કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ માનવ જિંદગીઓ હોમવા માટે જ વપરાતા રહેશે, તો એવા વિકાસનો કોઈ અર્થ રહેતો નથી.
