Not Set/ કચ્છ જિલ્લામાં ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, 20 ડેમોમાં હજી 40 ટકા જથ્થો ઉપલબ્ધ

કચ્છ જિલ્લામાં ગતવર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો જેના લીધે નદી-નાળાઓ છલોછલ ભરાયા હતા. જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે જેમાં હાલની સ્થિતિએ 40 ટકા પાણી હોવાનું સિંચાઈ વિભાગ જણાવે છે.

Gujarat Others

કચ્છ જિલ્લામાં ગતવર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો જેના લીધે નદી-નાળાઓ છલોછલ ભરાયા હતા. જિલ્લામાં  મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે જેમાં હાલની સ્થિતિએ 40 ટકા પાણી હોવાનું સિંચાઈ વિભાગ જણાવે છે. ખરીફ અને રવિ સિઝન પૂર્ણ થયા બાદ પણ હાલ જિલ્લાના ડેમોમાં 40 ટકા પાણી હોવાથી ખેડૂતો ઉનાળામાં પણ સારી રીતે સિંચાઈ કરી શકશે. ડેમની વાત કરીએ તો કારાગોગા ડેમમાં 98 ટકા, કંકાવતીમાં 72 ટકા સહિત તમામ ડેમોમાં સારા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે, જેથી આગામી ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.

જોકે જોવા જઈએ તો ઉનાળા દરમિયાન એવા કેટલાક ગામો છે જ્યાં સિંચાઈ તો ઠીક પીવા માટે પાણી મળતું નથી. સિંચાઈ વિભાગ પોતાની વાહવાહી લોકો સમક્ષ રજુ કરે છે પરંતુ લોકોને પાણી નથી મળતું તે મુદ્દો આગળ ધરી દેવામાં આવે તો બોલતી બંધ થઈ જાય છે. કચ્છનાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આ મુદ્દે મૌન છે.