Ahmedabad News/ અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના પાર્ટ શહેરમાં જ રખાશે

પ્લેન ક્રેશની વાત આવે ત્યારે એના નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે અને પહેલાં એવી વાત હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલાશે, પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુજસેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ 12 જૂન, 2025ના રોજ બપોરના 1.40 વાગ્યે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તપાસ એજન્સીઓ દ્વારા નાનામાં નાની કડી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં પણ જ્યારે પ્લેન ક્રેશની વાત આવે ત્યારે એના નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે અને પહેલાં એવી વાત હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલાશે, પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુજસેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે.

ક્રેશ સાઈટથી અલગ અલગ માધ્યમો દ્વારા પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે ગુજસેલ (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.) પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યાં પ્લેનને નિયમ પ્રમાણે રિસ્ટ્રક્ચર એટલે જે પ્લેનનો કાટમાળ વધ્યો છે એને પ્લેનના સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મેઘાણીનગરમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાથી હવે પ્લેનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે અને પ્લેનના અલગ અલગ પાર્ટ્સને સાચવવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે.

પ્લેનના પાર્ટ્સ સાચવવા માટે ભાડેથી જગ્યા રાખી

હાલ અમદાવાદ ગુજસેલ એરપોર્ટ પાસે એક જગ્યા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ત્યાં મેઘાણીનગરથી અલગ અલગ વસ્તુઓમાં પ્લેનના પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જઈને ગોઠવવામાં આવી રહ્યા છે. હાલ એક જગ્યાએ પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને મૂકવામાં આવશે. ત્યાર બાદ પ્લેનના રિસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી પણ અહીં થશે.

સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી આગામી કેટલાક દિવસ સુધી પ્લેનના બચી ગયેલા કાટમાળને અને નાનામાં નાના જે પણ ભાગ વધ્યા છે એ તમામને લઈ જવામાં આવશે, જ્યાં અલગ અલગ એજન્સીઓ અને તપાસ ટીમ ત્યાં પહોંચશે. જે પ્લેનના સ્ટ્રક્ચર અને અન્ય ઇન્વેસ્ટિગેશન કરવાનું છે એમાં પણ ખાસ કરીને જ્યાં સુધી તપાસ ન પતે ત્યાં સુધી આ જગ્યા પર પ્લેનના પાર્ટ રાખવામાં આવશે. ત્યાર બાદ આ સમગ્ર પ્લેનનો કાટમાળ, એટલે કે બચી ગયેલા અવશેષો એર ઇન્ડિયાને સોંપી દેવામાં આવશે. હાલ સેન્ટ્રલ એજન્સી આ સમગ્ર તપાસમાં આગળ ધપાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં વધી શકે છે મૃત્યુઆંક, પોલીસ કમિશનરે કહ્યું- ‘318 શરીરના અંગો મળ્યા’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA થયા મેચ

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળેથી કેટલા તોલા સોનું અને રોકડ મળી આવી? પ્રત્યક્ષદર્શીએ શું….