Daman news/ દમણ નગરપાલિકામાં 15 માથી 14 સીટ પર ભાજપનો ભવ્ય વિજય

દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના પ્રદેશ પ્રમુખે માહિતી આપી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાશે.

Top Stories Gujarat Breaking News

Daman News:આજે દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, 15 માંથી 12 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની મતગણતરીમાં, બે બેઠકો ભાજપને મળી હતી, અને એક અપક્ષ ઉમેદવાર જીત્યો હતો. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો ભાજપને (BJP) મળી હતી, જેનાથી નગરપાલિકા પર પાર્ટીનો કબજો રહ્યો હતો.

3 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા

દીવ જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામો (Results) પણ આજે જાહેર કરવામાં આવ્યા હતા.ભાજપે (BJP) ત્રણેય બેઠકો પર સપાટો બોલાવ્યો હતો, જેમાં નાનજી બાબુ બેઠક નંબર 2/8, રંજીતા કોટિયા 3/8 અને દીપક દેવજી 6/8 જીતી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયત બેઠકો 2/8, 3/8 અને 6/8 માટે ચૂંટણી 5 નવેમ્બરના રોજ યોજાઈ હતી, અને મતગણતરી આજે દીવ કલેક્ટર ઓફિસ ખાતે થઈ હતી. મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી.

દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના પ્રદેશ પ્રમુખે માહિતી આપી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાશે. આ ચૂંટણીઓ પહેલાં પણ, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના 15 વોર્ડમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જીતી ચૂક્યા છે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 16 માંથી 10 બેઠકો મતદાન પહેલાં ભાજપના ઉમેદવારો દ્વારા બિનહરીફ જીતી લેવામાં આવી હતી.

આ પ્રતિબંધ 3 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી અમલમાં રહેશે અને 4 અને 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ પ્રતિબંધ 6 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યા સુધી અમલમાં રહેશે. વધુમાં, 8 નવેમ્બર, 2025 ના રોજ મતગણતરી દિવસે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ શુષ્ક દિવસ જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દમણ પોલીસ પર લાગ્યો તોડ કર્યાનો આરોપ

આ પણ વાંચો:વાપીમાં LCBની મોટી કાર્યવાહી, દમણથી આવતો રૂ. 11.89 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો 

આ પણ વાંચો:ભરતી દીવદમણમાં તો પરીક્ષા બીજે કેમ, સાંસદ ઉમેશ પટેલનો સવાલ