india news/ ભરતી દીવદમણમાં તો પરીક્ષા બીજે કેમ, સાંસદ ઉમેશ પટેલનો સવાલ

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે દીવ,દમણના સાંસદ ઉમેશ પટેલે (Umesh Patel) સવાલ ઉઠાવ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે ભરતી દીવ-દમણમાં થવાની છે, પરંતુ તેની પરીક્ષા ગુજરાત, દિલ્હી, બેંગ્લુરુ અને કોલકાતા વગેરેમાં યોજવામાં આવી.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે દીવ,દમણના સાંસદ ઉમેશ પટેલે (Umesh Patel) સવાલ ઉઠાવ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે ભરતી દીવ-દમણમાં થવાની છે, પરંતુ તેની પરીક્ષા ગુજરાત, દિલ્હી, બેંગ્લુરુ અને કોલકાતા વગેરેમાં યોજવામાં આવી. આ પ્રકારનો અભિગમ રીતસરનો પક્ષપાતભર્યો અને ચોંકાવનારો તથા દીવ-દમણ માટે અન્યાયકર્તા છે. આશ્ચર્યની વાત એ છે કે દીવ-દમણમાં ખાનગી એજન્સી આ પરીક્ષા માટે નીમવામાં આવી હોવા છતાં પણ પરીક્ષાને બહાર યોજવામાં આવી રહી છે.

તેમણે આ બાબતના સંદર્ભમાં સરકારને આગ્રહ કર્યો છે કે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભરતી કરવામાં આવે ત્યારે તેની ભરતીની પરીક્ષા ત્યાં જ યોજવામાં આવે. તેની સાથે તેમણે માંગ કરી છે કે સ્થાનિક ઉમેદવારોને સરકારી ભરતીની પ્રક્રિયામાં ડોમિસાઇલનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત તેમણે સરકાર પાસે માંગ કરી છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રમાં બાકીના ખાલી પડેલા હોદ્દાઓને વહેલામાં વહેલી તકે ભરવામાં આવે.

તેમણે આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને નિયમ 377 હેઠળ દીવદમણના યુવાનોને રોજગાર અંગેના સવાલ પણ તેમણે સંસદમાં ઉઠાવ્યા હતા. તેમની રજૂઆતને સરકારે ધ્યાનથી સાંભળી હતી. આગામી દિવસોમાં તેમની રજૂઆતના પડઘા પડશે તેમ મનાય છે. દીવદમણવાસીઓ પણ તેમના સાંસદ તેમના પ્રશ્નો છેક દિલ્હી સુધી ઉઠાવે છે તે જાણી ખુશ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને બરતરફ કરવાના આદેશ, નવી ભરતી કરાશે

આ પણ વાંચો:3 kgની ઈમરજન્સી કિટ ડ્રોનથી મોકલવામાં રાજકોટ AIIMSને મળી સફળતા

આ પણ વાંચો:રાજકોટ AIIMSના વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાતમુહર્ત માટે મુખ્યમંત્રીના આગમનની જોવાતી રાહ