Ahmedabad News: રામોલની સુરતી સોસાયટીમાં ગાંજા તસ્કરીનો પર્દાફાશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચે 10 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સાદાત શેખ નામના શખ્સના ઘરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આરોપી રાજસ્થાનના આદિલ અહમદ પાસેથી ગાંજો લાવ્યો હતો. ગાંજાની તસ્કરીમાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો હતો. જેમાં કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા થાઇલેન્ડના નાગરિક પાસેથી 6.5 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો તેની કિંમત પાંચ કરોડ હતી. કસ્ટમની કાર્યવાહી બાદ ડી.આર.આઇને બાતમી મળી હતી કે આ જ ફ્લાઇટમાં અન્ય એક પેસેન્જર ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે કામ કરી રહ્યો છે અને હાઇબ્રીડ ગાંજો બેગેજમાં લઈને આવી રહ્યો છે.
આ બાતમીના આધારે ડીઆરઆઇના અધિકારીઓએ આ ભારતીય નાગરિકના બેગેજની તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીઓમાં કપડાંની વચ્ચે ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. આ ભારતીય નાગરિકે પણ ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ તેણે ચાલાકી એ કરી હતી કે, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં. ડીઆરઆઇ પાસે જે પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી તેના અંગે ચોક્કસ માહિતી હતી.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 19 કરોડનો ગાંજો ઝડપાયો, કસ્ટમ વિભાગે મહિલાની કરી ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
