Not Set/ હાથમતી બ્રિજની દીવાલમાં 9 ઇંચથી મોટી પડી તિરાડ, ભવિષ્યમાં મોટી હોનારતની દહેશત

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો 1963ની સાલમાં 104.63 મીટર લાંબો બ્રિજ બનાવેલો છે. આ બ્રિજ શામળાજી અને વિજયનગર તરફથી ભિલોડા  આવવાના રસ્તે બનાવેલો છે. ભિલોડા તાલુકાની 80 ટકા વસ્તી આ બ્રિજ પરથી દરરોજ આવ-જાવ કરે છે. તાલુકાની જનતાને ભિલોડા નગરમાં પ્રવેશ કરવા આ બ્રિજ સિવાય અન્ય કોઈ […]

Top Stories Gujarat Trending

અરવલ્લી,

અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો 1963ની સાલમાં 104.63 મીટર લાંબો બ્રિજ બનાવેલો છે. આ બ્રિજ શામળાજી અને વિજયનગર તરફથી ભિલોડા  આવવાના રસ્તે બનાવેલો છે. ભિલોડા તાલુકાની 80 ટકા વસ્તી આ બ્રિજ પરથી દરરોજ આવ-જાવ કરે છે.

તાલુકાની જનતાને ભિલોડા નગરમાં પ્રવેશ કરવા આ બ્રિજ સિવાય અન્ય કોઈ રસ્તો નથી ત્યારે ભિલોડા નગરમાં પ્રવેશતા શામળાજીથી  ભિલોડા તરફ હાથમતી બ્રિજના ઉત્તર તરફની દીવાલમાં મોટી તિરાડો પડેલ જોવા મળી રહી છે.

બ્રિજનો મુખ્ય આધાર જે દીવાલ પર હોય એ દીવાલ તેના મૂળ સ્થાનથી 9 ઇંચથી વધુ ખસેલી દ્રશ્ય માં સ્પષ્ટ જોઈ શકાય છે. આ બ્રિજ નીચે પડેલ દીવાલની તિરાડોને લઇ ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની શકયતા રહેલી છે.

આ બ્રિજ 24 કલાક ધમધમતો રહે છે. દરરોજ આ બ્રિજ પરથી હજારો હલકા ભારે વાહનો પસાર થાય છે. ત્યારે આ ખામી યુક્ત બ્રિજને કારણે મોટી દુર્ગટનાને નોતરી શકે છે.  ભિલોડાના સ્થાનિક ધારાસભ્ય ડો અનિલ જોષીયરા પણ સ્થળ પર આવીને ડેમેજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને આ બ્રિજ ની હાલમાં મરામત કરવાની અને નવો બ્રિજ બનાવવાની માગ કરી છે.

આ બ્રિજનો નીચેનો ભાગ પણ ડેમેજ થયેલો છે જેને તંત્ર દ્વારા માત્ર રેતીની થેલીઓ દ્વારા રક્ષિત કરાઈ છે, જે આગામી દિવસોમાં નદીમાં પાણી આવવાથી વધુ જોખમ ઉભું કરે તેવી શકયતા સ્પષ્ટ જોઈ શકાય છે. મામલતદારે આ બાબતે તપાસ કરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે જઈને સ્થળ જ તપાસ કરી હતી અને ઘટતુ કરવાની ખાત્રી આપી છે.