Not Set/ પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓએ હિન્દુ પરિવાર પર અત્યાચાર ગુજાર્યો,મસ્જિદમાં પાણી પીવાના મામલે બંધક બનાવ્યા

પંજાબ પ્રાંતની એક મસ્જિદમાંથી પીવાનું પાણી લેવા માટે એક ગરીબ હિન્દુ ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયાે હતાે, કટ્ટરવાદીઓએ તેમને બંધક બનાવ્યા

Top Stories World

પાકિસ્તાન તેના નાપાક હરકતોના લીધે વિશ્વભરમાં બદનામ છે ફરી એકવાર ત્યાં રહેતા અલ્પસંખ્યક એટલે કે હિન્દુ પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક મસ્જિદમાંથી પીવાનું પાણી લેવા માટે એક ગરીબ હિન્દુ ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયાે હતાે,કેટલાક કટ્ટરવાદીઓએ તેમને પ્રતાડિત કર્યા હતાં.તેમણે તેમને  મંદિરની પવિત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ બંધક બનાવ્યા હતા.આ સમાચાર સોમવારે આવ્યા હતાં.

પંજાબના રહીમયાર ખાન શહેરના રહેવાસી આલમ રામ ભીલ પોતાની પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે ખેતરમાં કપાસ ઉછેરવાનું કામ કરી રહ્યા હતા. ભીલે કહ્યું કે જ્યારે પરિવાર નજીકની મસ્જિદની બહાર નળમાંથી પાણી લેવા ગયા ત્યારે કેટલાક સ્થાનિક મકાનમાલિકોએ તેમને માર માર્યો હતો. જ્યારે પરિવાર કપાસના કામથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે મકાનમાલિકોએ તેમને તેમના ડેરામાં બંધક બનાવ્યા અને મસ્જિદની “પવિત્રતાનું ઉલ્લંઘન” કરવા બદલ તેમને ત્રાસ આપ્યો હતાે

ભીલે કહ્યું કે પોલીસે કેસ નોંધ્યો નથી કારણ કે હુમલાખોરો વડાપ્રધાન ઇમરાન ખાનના શાસક પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના સ્થાનિક સાંસદ સાથે જોડાયેલા છે. પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં ભીલ અને સમુદાયના સભ્ય પીટર જોન ભીલ સાથે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા. જિલ્લા શાંતિ સમિતિના સભ્ય પીટરે કહ્યું કે તેમણે પીટીઆઈના શાસક ધારાસભ્ય જાવેદ વારિયાચનો સંપર્ક કર્યો હતો, જેમણે શુક્રવારે કેસ નોંધવામાં તેમની મદદ કરી હતી.

હિન્દુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ પાકિસ્તાનમાં 7.5 મિલિયન હિંદુઓ રહે છે. દેશમાં 90 લાખથી વધુ હિંદુઓ સમુદાય દ્વારા રહે છે