Not Set/ મહેસાણા:ભાજપ તરફ થી શારદાબેન પટેલ,સુરતમાં દર્શના જરદોશ VS અશોક અધેવડા મેદાન માં

હાલ જ ભાજપ દ્વારા લોકસભા ઈલેક્સન ની 15 મી યાદી જાહેર કરવામાં આવી છે, આ સાથે ગઈકાલે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી માં મહેસાણા લોકસભા બેઠક પર ડો.એ. જે પટેલને મેદાને ઉતારતા લોકો માં ઉતશુકતા હતી કે ભાજપ તરફ થી કોને મેદાન માં ઉતારાશે, ત્યારબાદ આજે હાલ જ ભાજપ દ્વારા 15 મી યાદી જાહેર […]

Top Stories

હાલ જ ભાજપ દ્વારા લોકસભા ઈલેક્સન ની 15 મી યાદી જાહેર કરવામાં આવી છે, આ સાથે ગઈકાલે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી માં મહેસાણા લોકસભા બેઠક પર ડો.એ. જે પટેલને મેદાને ઉતારતા લોકો માં ઉતશુકતા હતી કે ભાજપ તરફ થી કોને મેદાન માં ઉતારાશે, ત્યારબાદ આજે હાલ જ ભાજપ દ્વારા 15 મી યાદી જાહેર કરતા પૂર્વ લોકસભા મેમ્બર રહી ચૂકેલા અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલનું નામ જાહેર થતા આ આતુરતાનો અંત આવ્યો છે.

આ ઉપરાંત સુરતમાં દર્શના જરદોશ ને રિપીટ કરીને મેદાને ઉતારાયા છે. તો બીજી તરફ સુરત માં કોંગ્રેસ તરફ થી અશોક અધેવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે તેમાં કોણ બાજી મારશે તે જોવું રહ્યું આ ઉપરાંત ભાજપ તરફ થી કેરળના થિસસુર માં શ્રી સુરેશ ગોપીનું નામ જાહેર કરવામાં આવી છે.

તો હવે જોવું એ રહ્યું કે લોકસભા ચૂંટણી ને લઇ ને ગુજરાતમાં ભાજપ તરફ થી અમદાવાદ પૂર્વ ની સીટ પર કોને મેદાને ઉતરાશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હાલ કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વ માં રોહન ગુપ્તા ભરૂચ થી પી.ડી વસાવા અને બનાસકાંઠા થી પરથી ભટોળ ના નામ જાહેર કરવામાં આવ્યામાં આવ્યાની પણ ચર્ચા થઇ રહી છે હજુ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે અને તે પણ જોવું રહ્યું કે આ નામ માં કોંગ્રેસ કોઈ ફેરફાર કરે છે કે કેમ અને જો કોંગ્રેસ અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ આપે તો તેની સામે ભાજપની રણનીતિ શું હશે