ફરી એકવાર આરએસએસનાં પ્રમુખ મોહન ભાગવત વિવાદિત નિવેદન સાથે ચર્ચામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું હતું કે, શિક્ષણને કારણે લોકોમાં છૂટાછેડાનાં કેસો વધી રહ્યા છે, કેટલાક લોકોએ આ નિવેદન પર ખૂબ જ જોરદાર પ્રતિક્રિયા આપી છે, બોલિવૂડનાં જાણીતા દિગ્દર્શક કબીર ખાનની પત્ની અને ભૂતપૂર્વ વીજે મીની માથુરે ભાગવતનાં નિવેદનની ટીકા કરતા કહ્યુ છે કે તો હવે કોઇએ વાંચવા-લખવુ જોઇએ નહી, બધા અભણ જ રહો, ત્યારે બધુ બરાબર રહેશે.
મીની માથુરે ટ્વિટર પર લખ્યું કે, ચાલો આપણે બધા અભણ અને આર્થિક રીતે ગરીબ રહીએ, ઓછામાં ઓછું તેનાથી છૂટાછેડા તો નહીં થાય. મીનીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતુ, જોકે, જ્યારે તેના પર વધુ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ત્યારે મીનીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આપને જણાવી દઇએ કે, મીની માથુર પહેલા અભિનેત્રી સોનમ કપૂરે પણ મોહન ભાગવતનાં નિવેદનની નિંદા કરી હતી, ટ્વિટર પર લખ્યું હતું કે, કોઈ સમજુ વ્યક્તિ આવું કામ કેવી રીતે કરી શકે છે. આ એક અજીબો-ગરીબ નિવેદન છે જે એકદમ મૂર્ખ અને પછાત વિચારસરણીને વ્યક્ત કરે છે.
મોહન ભાગવતે આરએસએસનાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હાલમાં છૂટાછેડાનાં કેસો વધી રહ્યા છે, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાં છૂટાછેડાનાં કેસો વધુ છે, કારણ કે શિક્ષણ અને સમૃદ્ધિનાં કારણે જ પરિવારોમાં અહંકાર આવે છે. જેનુ પરિણામ કુટુંબનું ભંગાણ છે, કુટુંબ તૂટીને સમાજ પણ વિખરાઇ જાય છે કારણ કે સમાજ પણ એક પરિવાર છે, ભારતમાં હિન્દુ સમાજનો કોઈ વિકલ્પ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
