Gandhinagar News/ આદિજાતિના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ સરકાર. 1.10 લાખને આપી સહાય

દેશના આદિજાતિ નાગરિકોનાં સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે આદિજાતિ મંત્રાલયના ઉપક્રમે આયોજિત ‘ધરતી આબા જનભાગીદારી’ અભિયાન હેઠળ તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ‘ભગવાન બિરસામુંડા’ની 150મી જન્મજયતિ નિમિતે ‘ધરતી આબા જનભાગીદારી અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો.

Gujarat Gandhinagar Breaking News

Gamdhinagar News: દેશના આદિજાતિ નાગરિકોનાં સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે આદિજાતિ મંત્રાલયના ઉપક્રમે આયોજિત ‘ધરતી આબા જનભાગીદારી’ અભિયાન હેઠળ તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ‘ભગવાન બિરસામુંડા’ની 150મી જન્મજયતિ નિમિતે ‘ધરતી આબા જનભાગીદારી અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તા. 30 જૂનથી 15 જુલાઈ-2025 સુધી ધરતી આબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું. આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ 767 જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ 22 યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે. આમાં 5 લાખથી વધુ આદિજાતિ ભાઈ-બહેનો સહભાગી થયા હતા તેમ, આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ની ગુજરાતમાં જ્વલંત સફળતા અંગે ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ડૉ. ડિંડોરે વધુમાં કહ્યું હતું કે, આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌની સહભાગીદારીના સંકલ્પને સાર્થક કરવા તથા અનેકવિધ વિકાસ કાર્યક્રમો-જન કલ્યાણલક્ષી યોજનાઓ આદિવાસી કુટુંબો સુધી પહોંચે તે હેતુથી ગુજરાત સહિત દેશભરમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાતના 21 જિલ્લાઓમાં ધરતી આબા જન ભાગીદારી અભિયાનના માધ્યમથી સરકારના વિવિધ વિભાગોએ ઘર આંગણે આદિજાતિઓને આદિજાતિ સમુદાયના 22,226 નાગરિકોને આધાર કાર્ડ, 22,287 ને આયુષ્યમાન ભારત કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 13,962 ખેડૂતોને લાભ 11,313 નાગરિકોને રેશનકાર્ડનો લાભ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત 9,648ને પોષણ અભિયાન હેઠળ, 8,207ને જાતિ પ્રમાણપત્ર, 8,230 આદિમ જૂથ કુટુંબોને જાતિ પ્રમાણપત્ર કાર્ડ, 3,724ને પેન્શન યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2,765નો લાભ, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 1,829, પીએમ જનધન યોજના અંતર્ગત 1,352, પીએમ માતૃવંદના યોજના હેઠળ 1,382 પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 1,075, પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 1,097, 798 ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, 846 લાભાર્થીઓને વન અધિકાર પત્ર, પીએમ વિશ્વકર્મા હેઠળ ૬૫૨, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ હેઠળ ૨૫૫ જ્યારે વન ધન યોજના હેઠળ 115 નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ સિવાય આદિજાતિ ભાઈ-બહેનોની આરોગ્યની ચિંતા કરીને આ અભિયાન અંતર્ગત 20,941 સિકલસેલના ટેસ્ટ તેમજ 4,054 જેટલા ટીબીના કેસનું સફળ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.
આદિજાતિ વિકાસ રાજય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આ અભિયાન અંતર્ગત TRI, ગુજરાત આયોજીત વ્યારા ખાતેના 12 જુલાઈ 2025ના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને અભિયાનમાં જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને લાભ મેળવનાર આદિજાતિના લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અભિયાન હેઠળ યોજાયેલા ૭૬૭ જેટલા કેમ્પ સ્થળોએ 521 જેટલા આદિજાતિ પરંપરાગત વોલ પેઇન્ટિંગ, 2,459 જેટલા વિવિધ પોસ્ટર, તેમજ 3,444 સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો આદિવાસી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયતિ ઉજવાઈ રહી છે. આ અભિયાન હેઠળ ગામમાં કેમ્પ કરીને આદિવાસી સમુદાયના નાગરિકોને વિવિધ પ્રકારના હેલ્થકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીન ચકાસણી કાર્ડ, આવાસ યોજના, સ્વરોજગારીના સાધનો, વીજળીનો લાભ જેવા અનેક યોજનાકીય લાભો ઘર આંગણે આપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 19 કરોડનો ગાંજો ઝડપાયો, કસ્ટમ વિભાગે મહિલાની કરી ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો