ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક અને Dada’s Bulldozer જ્વલંત વિજય મેળવ્યા પછી આવો જ પરચમ કર્ણાટક વિધાનસભામાં લહેરાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે. તેથી જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના વિજયના સૂત્રધાર ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે ત્યાંનો પ્રવાસ ખેડશે તે નક્કી થઈ ગયું છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે પહેલી વખત ગુજરાતની બહારનો પ્રવાસ ખેડશે.
કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પ્રવાસ Dada’s Bulldozer ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેઓ 26 માર્ચના રોજ કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાસમાં કર્ણાટકમાં વસતા અને કારોબાર કરનારા ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠકો કરશે. તેમની સાથે બેઠકો કરીને કારોબારીઓના પ્રશ્નો પણ જાણશે. તેની સાથે કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવવા માટે વેપારીઓને અપીલ કરશે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભૂપેન્દ્ર પટેલે અગાઉની Dada’s Bulldozer તમામ સરકારોના ચૂંટણીના રેકોર્ડ તોડીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના રેકોર્ડની સાથો સાથ કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકીનો અત્યાર સુધીનો જે સૌથી મોટો રેકોર્ડ હતો વધારે બેઠકો જીતવાનો એને પણ તોડી નાંખ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 156 સીટી પર ભાજપને બહુમત હાંસલ કરાવીને ફરી એકવાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવી છે. ત્યારે હવે દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં કમળ ખીલવવા મહેનત કરશે.
મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યના ચૂંટણી પ્રચારમાં જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. Dada’s Bulldozer આ એક રીતે ભૂપેન્દ્ર પટેલ માટે પણ આ એક નવો અનુભવ હશે. મહત્ત્વનું એ છેકે, હાઈકમાન્ડ તરફથી પણ તેમને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. ભાજપે કર્ણાટક જાળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. હાલમાં કર્ણાટકમાં ધર્મેન્દ્ર પ્રધાન સાથે મનસુખ માંડવિયાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના હોદેદારો પણ કર્ણાટક જશે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ માટે આ ચૂંટણીઓ શાખનો વિષય છે. તેથી પીએમ મોદી પણ કર્ણાટકમાં વિવિધ સભાઓ ગજવીને વોટબેંક પર કબજો કરવા પ્રયાસ કરી રહ્યાં છે. એજ કારણ છેકે, પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના તમામ ધૂંરંધરો એક બાદ એક કર્ણાટકનો પ્રવાસ ખેડીને ત્યાં જાહેર સભાઓ ગજવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Covid 19/ દેશમાં કોરોના ફરી વકર્યો, 24 કલાકમાં કેસનો આંકડો 1000ને પાર, સક્રિય કેસ વધીને થયા 7,026
આ પણ વાંચોઃ Kejarival Question/ કેજરીવાલનો સવાલઃ પોસ્ટરથી આટલો ડર કેમ, ભારત લોકશાહી દેશ
આ પણ વાંચોઃ ફરજનિષ્ઠા/ ભૂકંપના આંચકાઓ પણ ટીવી એન્કરના અડીખમ જુસ્સાને ન હચમચાવી શક્યા
