Not Set/ સીબીએસઈ દ્વારા NEETનું પરિણામ કરાયું જાહેર, ૯૯.૯૯ PR સાથે કલ્પના કુમારીએ કર્યું ટોપ

નવી દિલ્હી, દેશભરમાં એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન લેવા માટે અગત્યની માનવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ દ્વારા આ પરિણામ જાહેર થતાની સાથે જ દેશભરના અંદાજે ૧૩ લાખ ઉમેદવારોની રાહ ખતમ થઇ છે. CBSE દ્વારા જાહેર રિઝલ્ટમાં કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન લેવા માટે અગત્યની માનવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ દ્વારા આ પરિણામ જાહેર થતાની સાથે જ દેશભરના અંદાજે ૧૩ લાખ ઉમેદવારોની રાહ ખતમ થઇ છે.

CBSE દ્વારા જાહેર રિઝલ્ટમાં કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી છે જયારે ગુજરાત રાજ્યમાં ૭૨૩૫૧ વિધાથીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૨૬૨૫ એ એક્ઝામ પાસ કરી છે એટલે કે રાજ્યનું કુલ પરિણામ ૪૫.૦૯ ટકા જેટલું રહ્યું છે.

બીજી બાજુ NEETની પરીક્ષાના ટોપ ૧૦૦ ટોપરમાં અમદાવાદ શહેરના ૪ વિધાથીઓનો સમાવેશ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા બોર્ડ દ્વારા NEETની પરીક્ષાનું પરિણામ ૫ જૂનના રોજ જાહેર કરવામાં આવવાનું હતું, પરંતુ બોર્ડ દ્વારા સોમવારે જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલું પરિણામ cbseneet.nic.in અને cbseresults.nic.in નામની વેબસાઈટ પર પરીક્ષાર્થીઓ જોઈ શકે છે.

દેશભરમાં NEETની પરીક્ષામાં કલ્પના કુમારીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કલ્પના કુમારીએ ૯૯.૯૯ PR મળ્યા છે, તેણીને ફિજિક્સમાં ૧૮૦ માંથી ૧૭૧ ગુણ, કેમેસ્ટ્રીમાં ૧૮૦ માંથી ૧૬૦ અને બાયોલોજીમાં ૩૬૦ માંથી ૩૬૦ ગુણ મેળવ્યા છે. એટલે કે કુલ ૭૨૦ માંથી ૬૯૧ માર્કસ મેળવ્યા છે.

NEETનું રિઝલ્ટ આ વેબસાઈટ પર તમે જોઈ શકો છો 

cbseneet.nic.in

cbseresults.nic.in

મહત્વનું છે કે, દેશભરમાં ૬ મેના રોજ એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે જરૂરી NEETની પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષામાં ૧૩,૨૬,૭૨૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. કુલ ૧૩,૨૬,૭૨૫ ઉમેદવારોમાંથી ૫,૮૦,૬૪૮ પુરુષ અને ૭,૪૬,૦૭૬ મહિલા પરીક્ષાર્થીઓ શામેલ હતા, જયારે એક ટ્રાંસજેન્ડરે પણ આ પરીક્ષા આપી હતી.

NEETની એક્ઝામનું આયોજન ૧૩૬ શહેરોના ૨૨૫૫ પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.