Not Set/ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ

દારુ-જુગારની મહેફિલ માનતા ભાજપના ધારાસભ્ય દારૂની 9 જેટલી બોટલો સાથે ઝડપાયા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાય ખુલે આમ ભાજપના નેતા દારુ અને જુગાર રમતા ઝડપાયા છે. 

Top Stories Gujarat Others Trending

ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. દારુ-જુગારની મહેફિલ માનતા ભાજપના ધારાસભ્ય દારૂની 9 જેટલી બોટલો સાથે ઝડપાયા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાય ખુલે આમ ભાજપના નેતા દારુ અને જુગાર રમતા ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલના જીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા પડ્યા હતા. જ્યાં થી માતરના ભાજપના ધરાભ્ય અને અન્ય 14 જેટલા શખ્સોની પંચમહાલ પોલીસે દરોડા પાડી ધરપકડ કરી છે.  પંચમહાલ પોલીસે શિવરાજપુર પાસે રિસોર્ટમાં દરોડા પડ્યા હતા. જ્યાં આ ધારાસભ્ય દારુ અને જુગારની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે.  દરોડા દરમ્યાન જુગાર રમતા ધારાસભ્ય સાથે 15  લોકો ઝડપાયા છે.

મંતવ્ય ન્યૂઝે આ બાબતની પુષ્ઠી કરવા માટે પંચમહાલ જીલ્લા એસપી. લીના પાટીલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યરે તેઓએ આ બાબતને સમર્થન આપ્યું હતું. આ સમગ્ર મામલે ધારાસભ્ય સિવાય અન્ય 14 લોકો કોણ છે તેમાં ભાજપના કોઈ મોટા માથા છે કે કેમ તે પોલીસની તપાસમાં બહાર આવશે. પરંતુ હાલ ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ આ રીતે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે.