તમારા માટે/ ‘મારી દીકરી ઇચ્છે છે કે હું તેની સાથે પ્રાણી જેવું વર્તન કરું’ માતાએ ઠાલવી વ્યથા

9 વર્ષની બાળકીના વર્તનથી પરેશાન માતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વ્યથા ઠાલવી છે.

Trending Ajab Gajab News

9 વર્ષની બાળકીના વર્તનથી પરેશાન માતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વ્યથા ઠાલવી છે. માતાએ પોસ્ટમાં લખ્યું છે કે તેની દિકરી ઇચ્છે છે કે હું તેની સાથે પ્રાણી જેવું વર્તન કરું. તેની બાળકી પોતાને થેરિયન માનવા માંડી છે. થેરયિન શબ્દ જૂનો છે પરંતુ રણબીર કપૂરની ફિલ્મ બાદ તે વધુ પ્રચલિત થયો છે. થેરિયન શબ્દ એવા લોકો માટે વપરાય છે જેઓ પોતાને મનુષ્ય નથી માનતા અને કોઈ પ્રાણી તરીકે ઓળખાવે છે.

રણબીર કપૂરની એનિમલ ફિલ્મનો પ્રભાવ કહી શકાય અથવા તો બાળકી પણ પોતાને પ્રાણી તરિક ઓળખાવા માંગે છે. બાળકો નાના હોય ત્યારે અવનવી ફરમાઈશ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત તેમની માંગણીઓ વધુ વિચિત્ર હોય છે. બાળકીને પોતાને પ્રાણી માનવું અને બીજા પણ તેની સાથે પ્રાણીની જેમ વર્તન કરે તેવી માંગણી મૂકવી એ બાળરમત નહિ પરંતુ આધુનિક સમયની વિચિત બાબત કહેવાય. માતાને ચિંતા છે કે પોતાની પ્રાણી સમજતી તેમની બાળકી સાથે સ્કૂલમાં પણ કેટલાંક બાળકો અયોગ્ય વર્તન કરે છે. બાળકો તેમની પુત્રીને વિચિત્ર અને ફરી (રુવાંટીદાર) જેવા શબ્દનો ઉપયોગ કરે છે. હું ઇચ્છીશ કે તેની સાથે કંઈક અયોગ્ય ઘટના ન બને.

આજના ટેકનોલોજી યુગમાં બાળકો મોબાઈલ, લેપટોપ જેવી આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. બહાર રમવા જવાના બદલે તેઓ આખો દિવસ આવી વસ્તુઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. બાળકો તેમના વિકાસના સમયમાં આ પ્રકારની વસ્તુઓ જોતા તે પ્રમાણે જ વર્તન કરવા લાગે છે. શક્ય બને ત્યાં સુધી બાળકોને આવા ઉપકરણો તેમજ હિંસક દ્રશ્યોથી દૂર રાખવા જોઈએ. માતાની આ પોસ્ટ પરથી એ ચોક્કસ સાબિત થાય છે કે ફિલ્મોની સમાજ ઉપર તો અસર થાય છે પરંતુ બાળ માનસ પર વધુ ઊંડી અસર થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ