World Environment Day 2026: આજે 5 June 2026 ના રોજ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ (World Environment Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસે પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારો વચ્ચે સૌથી મોટો મુદ્દો ‘જળ સંરક્ષણ’ એટલે કે પાણી બચાવવાનો સામે આવ્યો છે. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષો પહેલાં ચેતવણી આપી હતી કે, “જો ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો તે પાણી માટે લડાશે.” આજે આ જ ગંભીર સ્થિતિને જોતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલું એક અનોખું જળ સંરક્ષણ અભિયાન સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા અને ચર્ચા જગાવી રહ્યું છે.
World Environment Day નિમિતે 1 બોટલથી નહાવાની ટ્રેનિંગ!
વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day) નિમિત્તે સોશિયલ મીડિયા પર રાજસ્થાનના ટોંક અને દક્ષિણ મુંબઈના કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં RSS ના સ્વયંસેવકો પાણીની અતિશય અછત અને દુષ્કાળ જેવી કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપતા નજરે પડે છે:
ઓછા સંસાધનમાં જીવવાની કળા: આ અભિયાન હેઠળ સ્વયંસેવકોને માત્ર 1 લીટર પાણીની બોટલથી આખું શરીર સાબુ લગાવીને કેવી રીતે નહાવું તેની લાઈવ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પ્રયોગ એ સાબિત કરે છે કે ગંભીર જળ સંકટ દરમિયાન પણ પૂરતી સ્વચ્છતા જાળવી શકાય છે.
પાણીનો રિસાયકલ ઉપયોગ: આ ટ્રેનિંગ કેમ્પમાં માત્ર નહાવા પૂરતું જ નહીં, પરંતુ નહાયા પછી બચેલા વેસ્ટ વોટર (ખરાબ પાણી) નો ઉપયોગ ઘરનું પોતું મારવા, સફાઈ કરવા અને બગીચાના છોડવાઓને પાવા માટે કેવી રીતે કરવો (Reuse) તેના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સુરક્ષિત પીવાના પાણીમાં ભારતનો નંબર!
આ અનોખું અભિયાન એવા સમયે બહુ મહત્વનું બની જાય છે જ્યારે પીવાના શુદ્ધ પાણીની બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે. એક અહેવાલ અનુસાર:
70% પાણી દૂષિત: ભારતમાં સપાટી પરના જળ સ્ત્રોતો (Surface Water) નો 70% થી વધુ હિસ્સો સીધો પીવા માટે અસુરક્ષિત છે, કારણ કે તેમાં ગટરનું ગંદુ પાણી, કેમિકલયુક્ત ઔદ્યોગિક કચરો અને ખેતીનો કચરો ભળેલો છે. જમીનની અંદરનું ભૂગર્ભ જળ પણ ફ્લોરાઈડ, આર્સેનિક અને નાઈટ્રેટ જેવા ઝેરી તત્વોથી પ્રદૂષિત થઈ ચૂક્યું છે.
માત્ર 2% ઘરોને જ શુદ્ધ પાણી: દેશના એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે માત્ર 2% ભારતીય પરિવારોને જ સ્થાનિક સપ્લાયમાંથી સીધું પીવાલાયક શુદ્ધ પાણી મળે છે, જ્યારે 65% લોકોએ ઘરે RO ફિલ્ટર, વોટર પ્યુરિફાયર(World Environment Day) કે પાણી ઉકાળવાની પદ્ધતિઓ અપનાવવી પડે છે. સુરક્ષિત પાણી ન મળવાને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 2 લાખ લોકો કાળના ગાલમાં ધકેલાઈ જાય છે.
વૈશ્વિક રેન્કિંગ: આજે ભારત સુરક્ષિત પીવાના પાણીની ઉપલબ્ધતાના મામલે દુનિયાના 122 દેશોની યાદીમાં 120મા સ્થાન પર છે. ભારત કરતાં ખરાબ સ્થિતિ માત્ર બે જ દેશોની છે, જે આપણી આધુનિક સભ્યતા પર એક મોટો કલંક છે.
શહેરો અને ગામડાઓમાં જળ કટોકટીનું અલગ ચિત્ર
પાણીની આ ગુણવત્તાએ ભારતના શહેરો અને ગામડાઓ વચ્ચે મોટો ભેદભાવ ઊભો કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ 84% વસ્તી પાઇપલાઇન દ્વારા મળતા સુરક્ષિત પાણીથી વંચિત છે અને તેઓ સંપૂર્ણપણે ભૂગર્ભ જળ પર નિર્ભર છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં ઝડપથી ઘટી રહેલા વોટર ટેબલ, સિવેજ પ્રદૂષણ અને વોટર ટ્રીટમેન્ટના અભાવે ડાયરિયા અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોનો ખતરો સતત વધી રહ્યો છે.
PM મોદીના ‘જળ સંચય અભિયાન’ નો ઐતિહાસિક રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘જળ જીવન મિશન’ અને ‘કેચ ધ રેન’ (Catch the Rain) ની અપીલ બાદ દેશવાસીઓએ જળ સંરક્ષણને એક જન આંદોલન બનાવી દીધું છે:
1.5 કરોડ નવી સંરચનાઓ: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થયેલા ‘જળ સંચય જન ભાગીદારી અભિયાન’ (JSJB 2.0) હેઠળ દેશમાં છેલ્લા 21 મહિનાની અંદર અંદાજે 1.5 કરોડથી વધુ જળ સંચય સ્ટ્રક્ચર્સ (બોરવેલ, કૂવા, તળાવ રીચાર્જ -World Environment Day) તૈયાર કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરાયો છે.
રાજ્યોનું જોરદાર પ્રદર્શન: આ વોટર ક્રાંતિમાં આંધ્રપ્રદેશ 31.45 લાખ વોટર સ્ટ્રક્ચર્સ(World Environment Day) સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છત્તીસગઢ (27.13 લાખ), મધ્યપ્રદેશ (24.69 લાખ) અને તેલંગાણા (21.08 લાખ) નો નંબર આવે છે. આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ 9.47 લાખ સંરચનાઓ ઊભી કરાઈ છે. આ સિવાય ત્રિપુરા અને પંજાબ જેવા નાના રાજ્યોથી લઈને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ ચોમાસાની શરૂઆત પહેલા પાણીના સંગ્રહ માટે અભૂતપૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચો:આજે ‘નેશનલ સિનિયર હેલ્થ એન્ડ ફિટનેસ ડે’, જાણો વડીલો માટે આ વર્ષની ખાસ થીમ અને ઇતિહાસ
આ પણ વાંચો:આજે 24 મે …. ‘વિશ્વ શિઝોફ્રેનિયા દિવસ’: માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો ખાસ દિવસ
આ પણ વાંચો: આજે છે 23 મે … વિશ્વ કાચબા દિવસ, જાણો આ વર્ષની થીમ અને જાણો ઇતિહાસ અને મહત્વ




