Not Set/ આ દેશના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું વજન ઘટાડો અને…

આજના જમાનામાં મોટાપણું ખુબ વધારે જોવા મળી રહ્યું છે. સ્વાસ્થ્યને લઈને તકલીફો પણ આ સમસ્યાથી વધી જાય છે. હાલમાં જ ઈજીપ્તના રાષ્ટ્રપતિએ સૌ કોઈને હેરાનમાં મૂકી દે તેવો આદેશ આપ્યો છે. સેનાના જનરલમાંથી રાષ્ટ્રપતિ બનેલા અબ્દુલ ફતેહ-અલ સીસીએ થોડા દિવસ પહેલા ટીવી પર એક કાર્યક્રમમાં આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ જયારે રસ્તા પરથી […]

Top Stories World Trending

આજના જમાનામાં મોટાપણું ખુબ વધારે જોવા મળી રહ્યું છે. સ્વાસ્થ્યને લઈને તકલીફો પણ આ સમસ્યાથી વધી જાય છે.

હાલમાં જ ઈજીપ્તના રાષ્ટ્રપતિએ સૌ કોઈને હેરાનમાં મૂકી દે તેવો આદેશ આપ્યો છે. સેનાના જનરલમાંથી રાષ્ટ્રપતિ બનેલા અબ્દુલ ફતેહ-અલ સીસીએ થોડા દિવસ પહેલા ટીવી પર એક કાર્યક્રમમાં આદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે તેઓ જયારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે મોટાપણાના શિકાર થયેલા લોકોને જોવે છે. લોકોએ તેમની ખાણી-પીણી અમે જીવન શૈલી પર ધ્યાન રાખવું જોઈએ અને મોટાપણું ઓછુ કરવું જોઈએ. વધારે વજન હોવાને લીધે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.

વધુમાં તેમણે કહ્યું કે મોટાપણાના શિકાર થયેલા લોકોને ટીવી ચેનલમાં એન્કર કે કોઈ કાર્યક્રમમાં શામેલ ન કરવા જોઈએ. શારીરિક શિક્ષા સ્કુલમાં અને કોલેજમાં ભણાવવામાં આવતા સિલેબસમાં સમાવેશ કરવો જોઈએ.

એટલું જ નહી પરંતુ ફિટનેસ પ્રત્યે સજાગ રાષ્ટ્રપતિ આગલા દિવસે જ નેશનલ મીલીટરી એકેડમી પર સાઇકલ લઈને પહોચ્યા હતા.

રાષ્ટ્રપતિની આ પ્રકારની ઘોષણા બાદ તેમની ઘણી આલોચના કરવામાં આવી હતી એટલું જ નહી પરંતુ સોશ્યલ મીડિયામાં તેમની મજાક પણ ઉડાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ૨૦૧૭ના રીપોર્ટ પ્રમાણે દુનિયાના સૌથી વધારે માણસો જેઓ મોટાપણાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓ મોટા ભાગના ઈજીપ્તના રહેવાસી છે.

આ દેશની કુલ આબાદીના ૩૫ ટકા લોકો મોટાપાનો શિકાર બન્યા છે.