Not Set/ ગુજરાત કોંગ્રેસે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, અમરેલીથી પરેશ ધાનાણી તો ગાંધીનગરથી સી.જે.ચાવડા ચૂંટણી લડશે

અમદાવાદ, આજે દિલ્હીમાં કોંગ્રેસની ઇલેકશન કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં બાકી રહેલી 12 બેઠકો પર ક્યા ઉમેદવાર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠક ચાલી રહી છે ત્યારે નામોની જાહેરાત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે કોંગ્રેસે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડા, અમરેલી બેઠક […]

Top Stories Gujarat

અમદાવાદ,

આજે દિલ્હીમાં કોંગ્રેસની ઇલેકશન કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં બાકી રહેલી 12 બેઠકો પર ક્યા ઉમેદવાર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠક ચાલી રહી છે ત્યારે નામોની જાહેરાત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે કોંગ્રેસે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડા, અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, જામનગર બેઠક પરથી મૂળુભાઇ કંડોરિયા તેમજ સુરેન્દ્ર બેઠક પરથી સોમાભાઇ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.