Not Set/ આમ આદમી પાર્ટી / ગુજરાતમાં સક્રિય થાય એ પહેલા જ ભંગાણ શરુ

  આમ આદમી પાર્ટી વધુ એક વખત અસરકારક રીતે ગુજરાતમાં સક્રિય થવા માટે પ્રયાસ તેજ કર્યા હતા પરંતુ પાર્ટી સક્રિય થાય એ પહેલા જ તેમાં ભંગાણ શરુ થઇ ગયું છે. થોડા સમય અગાઉ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકીય વિશ્લેશ રહેલા હિરેન કોટક તેમાં જોડાયા હતા અને મુખ્ય પ્રવક્તા તરીકે તેમની નિમણુક કરવામાં […]

Ahmedabad Gujarat
 

આમ આદમી પાર્ટી વધુ એક વખત અસરકારક રીતે ગુજરાતમાં સક્રિય થવા માટે પ્રયાસ તેજ કર્યા હતા પરંતુ પાર્ટી સક્રિય થાય એ પહેલા જ તેમાં ભંગાણ શરુ થઇ ગયું છે. થોડા સમય અગાઉ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં રાજકીય વિશ્લેશ રહેલા હિરેન કોટક તેમાં જોડાયા હતા અને મુખ્ય પ્રવક્તા તરીકે તેમની નિમણુક કરવામાં આવી હતી પરંતુ ગણતરીના દિવસોમાં જ તેણે રાજીનામું આપી દીધું છે. હિરેન કોટકે ગંભીર આક્ષેપ કર્યા હતા કે પાર્ટીમાં વિખવાદ ચાલી રહ્યો છે સક્ષમ હોય તેને પછાડવા પ્રયાસ કરવામાં આવે છે.   મુદ્દાના નિરાકણમાં નહી પરંતુ માત્ર સરકાર પર આક્ષેપ કરવા જ પ્રયાસો કરવામાં આવે છે. આમ અલગ અલગ કારણો સામે લાવીને તેમણે રાજીનામું ધરી દીધું છે.

માનસી પટેલ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.