Not Set/ લોકડાઉન / ૬૭ દિવસમાં લગભગ ૬૩ લોકોએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું

  લોક ડાઉન હતું તેમ છતાં અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિએ નદીમાં કુદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. લોક ડાઉન દરમિયાન નોકરી જવી, આર્થીક સંકડામણ અને વ્યસનીઓને નશો કરવા ના મળતા જીવ ગુમાવ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. કોરોના અનેક લોકોને ભરખી ગયો છે.  સરકાર દ્વારા કેસ ઘટાડવા લોક ડાઉન લગાવ્યું,  પરંતુ આ લોક […]

Ahmedabad Gujarat
 

લોક ડાઉન હતું તેમ છતાં અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિએ નદીમાં કુદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. લોક ડાઉન દરમિયાન નોકરી જવી, આર્થીક સંકડામણ અને વ્યસનીઓને નશો કરવા ના મળતા જીવ ગુમાવ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

કોરોના અનેક લોકોને ભરખી ગયો છે.  સરકાર દ્વારા કેસ ઘટાડવા લોક ડાઉન લગાવ્યું,  પરંતુ આ લોક ડાઉનની સાઈડ ઈફેક્ટ મોટા પ્રમાણમાં જોવા મળી છે. શહેરમાં ૧૨ કિલો મીટર જેટલી લાંબી સાબરમતી નદી છે.  જેમાં ૭ જેટલા બ્રીજ આવેલા છે.  આ બ્રીજ પરથી અનેક લોકો કુદીને જીવ આપી દેવાના કિસ્સા બનતા હોય છે.  

લોક ડાઉન દરમિયાન દરરોજ સરેરાસ ૧ વ્યક્તિ નદીમાં કુદી હોવાનું સામે આવી રહ્યું છે.  ૬૭ દિવસમાં લગભગ ૬૩ લોકોએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું  છે. જેમાંથી ૫ મહિલા અને ૧૦ પુરુષને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને સફળતા મળી છે. રેસ્ક્યુ ટીમ રીવર ફ્રન્ટ પર સતત પેટ્રોલિંગ કરતી હોય છે. કોઇપણ કોલ મળે એટલે તરત તે સ્થળ પર જઈ જીવ બચાવવા પ્રયાસ કરતી હોય છે.  આ ટીમ તો હાલમાં રીવર ફ્રન્ટની જાહેર જગ્યામાં બેસવાની મનાઈ છે.  જેથી લોકોને હટાવવા અને કોઈ શંકાસ્પદ લાગે તો તેને રોકી તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.

ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં લોક ડાઉન દરમિયાન લોકોની લાશ તરતી હાલતમાં મળી હોય. એ લાશ કાઢી પરિવારજન અને પોલીસને જાણ કરવામાં આવે છે. હાલમાં લોક ડાઉન ચાલી રહ્યું છે જેને લઈને ઘણાની નોકરી ગઈ છે. તો ઘણાને આર્થિક સંકડામણનો સામનો પણ કરવો પડ્યો ઘણાને દારુ ગાંજો કે ચરસ લેવાની આદત હતી લોક ડાઉન દરમિયાન એ વસ્તુઓ મળવાની બંધ થઇ અને ભાવ પણ વધી ગયા હતા આવા સંજોગોમાં વ્યસન નહિ કરવા મળતા પણ ઘણાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.  તો ઘણાએ પ્રેમ પ્રકરણમાં નાસીપાસ થવાના કારણે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશન દ્વારા બ્રીજ પર જાળી લગાવી દેવામાં આવતા આત્મહત્યાના કિસ્સા ઘટી ગયા છે. પરંતુ કોઈના હોઈ એવી જગ્યા પર જઈને પણ ઘણાએ જીવ ગુમાવ્યા છે.

માનસી પટેલ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.