Ahmedabad News/ અમદાવાદ : ભાડજ-શીલજ કેનાલ પાસે ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળ્યો

આ અંગે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના ભાડજ-શીલજ કેનાલ પાસે ઝાડ પરથી યુવકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચ્ચાર મચી જવા પામ્યો હતો. અંદાજિત 25 વર્ષના યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. આ અંગે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદનાં એસપી રીંગ રોડ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, એસપી રીંગ રોડ પર બે રોડની વચ્ચેનાં ડિવાઈડર પર એક વૃક્ષ પર યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો, યુવકનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસનાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. તેવામાં યુવક કોણ છે અને તેણે આપઘાત કર્યો છે કે તેની હત્યા કારણ અકબંધ છે.

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી 3 થી 4 દિવસ પહેલા તેનું મોત થયુ હોવાની પોલીસને આશંકા છે, આ ઘટનાને પગલે આસપાસનાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. તેવામાં યુવક કોણ છે અને તેણે આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે તપાસ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:કચ્છના રાપર સ્થિત ચિત્રોડા ગામમાં મતદાન સમયે બે જૂથ વચ્ચે મારામારી

આ પણ વાંચો:કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી