Surat News/ માંગરોળમાં યુવતીની હત્યા મામલે યુવકનો વીડિયો સામે આવ્યો, “તું મારી નહી તો, કોઈની નહીં”

બ્રેકઅપ બાદ બનાવેલ વીડિયો મંતવ્ય ન્યૂઝ પાસે પહોંચ્યો છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત(Surat)માં એકતરફી પ્રેમમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યા (Murder) મામલે આરોપી યુવક સુરેશ જોગીનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. માંગરોળના વાંકલ બોરીયા માર્ગ પર યુવતી સાથે બ્રેક-અપ કર્યાની વાતચીત કરતો વીડિયો મંતવ્ય ન્યૂઝ(Mantvya News)ને મળ્યો છે.

Image 46 સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો કાંડ! યુવતીનું ગળું કાપી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત જીલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના વાંકલ બોરીયા માર્ગ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં મંતવ્ય ન્યૂઝ પાસે આરોપી સુરેશ જોગીનો EXCLUSIVE વીડિયો આવ્યો છે. જેમાં યુવક યુવતી સાથે બ્રેકઅપની વાતચીત કરી રહ્યો છે. બ્રેકઅપ બાદ બનાવેલ વીડિયો મંતવ્ય ન્યૂઝ પાસે પહોંચ્યો છે.

મૃતક તેજસ્વિનીએ કોઈ યુવક સાથે પ્રોફાઈલ ફોટો મૂક્યો હતો, અન્ય યુવક સાથે પ્રેમિકાનો ફોટો જોઈ પ્રેમી હતાશ થયો હતો. મૃતક યુવતીએ સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો, અન્ય યુવક સાથે સગાઈ થઇ ગઈ હોવાની પણ સુરેશને વાત કરી હતી. સુરેશ અને તેજસ્વિની 6 વર્ષથી પ્રેમસંબંધમાં હોવાની વાત સામે આવી છે,  “ તું મારી નહી તો, કોઈની નહી” થવા દેવાની આરોપી વાત કરી રહ્યો છે.  હત્યાના થોડા દિવસો પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી.

Image 47 સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો કાંડ! યુવતીનું ગળું કાપી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ

યુવતી તેજસ્વી ચૌધરીનું અવસાન થયું છે. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી એકબીજાને તેમના શાળાના દિવસોથી ઓળખતા હતા. સુરેશ મજૂરી કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પોલીસની શરૂઆતની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ ન હતા અને તેમણે તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવા દેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તેજસ્વીના પિતાની પણ પૂછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવો કાંડ! યુવતીનું ગળું કાપી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:યુવકે 50 સેકેન્ડનો વીડિયો બનાવી વ્યથા ઠાલવીને કરી આત્મહત્યા, “હું સારો છોકરો કે ભાઈ ન બની શક્યો,માફ‎ કરજો”

આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો