Amreli News : અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા બદલ પિતા-પુત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાડી ભાડે કરવા બાબતનું મનદુઃખ રાખી જાહેરમાં હડધૂત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, અમરેલીના વડીયાના મોરવાડા ગામે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. પિતા-પુત્રે ગાડી ભાડે કરવા બાબતનું મનદુઃખ રાખી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. અમરેલીના વડીયા પોલીસ સ્ટેશને મોરવાડા ગામનો દલિત સમાજ એકત્રિત થઈને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવા પોલીસને જણાવ્યું પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરીને મોરવાડામાં રહેતા પિતા-પુત્ર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
મોરવાડા ગામના દલિત સમાજના લોકો વડીયા પોલીસ સ્ટેશને એકત્રિત થયા હતા અને તેમણે પિતા-પુત્ર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા, મહેસાણામાં સમરાપુર ગામના સરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સરપંચે આદિવાસી સમાજ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી. હાજર પોલીસ સ્ટાફ સાથે દુર્વ્ય્વહાર મામલે ગુનો નોંધાયો હતો. પોલીસ કર્મચારીએ એટ્રોસિટીના એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ
આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
