Surendranagar News/ યુવકે 50 સેકેન્ડનો વીડિયો બનાવી વ્યથા ઠાલવીને કરી આત્મહત્યા, “હું સારો છોકરો કે ભાઈ ન બની શક્યો,માફ‎ કરજો”

સુરેન્દ્રનગરમાં એક યુવકે 50 સેકન્ડના વીડિયોમાં વ્યથા ઠાલવીને યુવકે ધોળીધજા ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી. યુવકે વીડિયોમાં બોલતો દેખાય છે કે, ‘હું સારો સન કે બ્રધર ન બની શક્યો, માફ‎ કરજો’ આ દુઃખદ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.

Gujarat Others Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગરના યુવાને એક 50 સેકન્ડના વીડિયોમા દુઃખ વ્યક્ત કરીને ડેમમાં કૂદીને આપઘાત કર્યો. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પડતું મૂકીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતાં પહેલાં યુવકે 50 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે તેના પરિવારની માફી માગતો જોવા મળ્યો હતો. યુવકના આ પગલાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં બુધવારે બપોરે એક યુવકે ધોળીધજા ડેમમાં પડતું મૂક્યું હોવાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના તરવૈયાઓએ 2 કલાક સુધી ડેમના ઊંડા પાણીમાં તપાસ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસે યુવકના વાલીવારસા અંગે તપાસ કરતાં યુવકની ઓળખ સુરેન્દ્રનગરના હરિપાર્કમાં રહેતા 30 વર્ષીય પ્રફુલ ચાવડા તરીકેની થઇ હતી. પોલીસે પરિવારજનોને જાણ કરી PM સહિતની કાર્યવાહી કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના યુવાને આત્મહત્યા પહેલાં 50 સેકન્ડનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરીને આપવીતી જણાવી હતી, જેમાં તે જણાવી રહ્યો છે કે “હું સારો દિકરો ન બની શક્યો, સારો ભાઈ પણ ન બની શક્યો, સારો મિત્ર‎ પણ ન બની શક્યો. આટલાં વર્ષો જોબ ન કરી અને તમને બહુ હેરાન કર્યા‎, આવું નહોતું કરવું જોઇતું. હું થાકી ગયો છું અંદરથી, બહુ તકલીફમાં છું, મને માફ‎ કરી દેજો પ્લીઝ.” ગિરીશભાઇ, રાહુલભાઇ, બનેવી, મમ્મી, બેન મમ્મીને સાચવજે‎ પ્લીઝ. ગિરીશભાઇ રાહુલભાઇ મમ્મીને સાચવજો પ્લીઝ. હું મરી જઉં પછી મારી ‎છેલ્લી વિશ છે કે મારા વિશે પોલીસમાં કાંઇ બહાર ન આવે કે કોઇને જાણ ન‎ કરશો, મને માફ કરી દેજો પ્લીઝ…મને માફ કરી દેજો…પ્લીઝ માફ કરી દેજો.‎” આ વીડિયોમાં યુવાન દ્વારા બોલાયેલ શબ્દો હતા. યુવકે વીડિયો બનાવીને અંતે ડેમમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું