Gandhinagar News/ ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 79,279 શ્રમયોગીઓને બોનસ પેટે રૂ. 98 કરોડ કરતા વધુનું ચુકવણું કરાવવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ઔદ્યોગિક એકમોના 111 ઉદ્યોગકારો સામે કુલ 117 શ્રમ કાયદા ભંગની ફરિયાદો મળી હતી.

Top Stories Gujarat

Gandhinagar News:શ્રમયોગીઓની કલ્યાણકારી યોજનાઓની જાણકારી તથા ટેલિફોનિક ફરિયાદ નોંધવા માટે શ્રમિક સહાયક હેલ્પલાઇન નં 155372 કાર્યરતવિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકારના શ્રમતંત્રની અસરકારક કામગીરીના પરિણામે ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 79,279 શ્રમયોગીઓને બોનસ પેટે રૂ.98,02,91,920 નું ચુકવણું કરાવવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીએ કહ્યું કે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ઔદ્યોગિક એકમોના 111 ઉદ્યોગકારો સામે કુલ 117 શ્રમ કાયદા ભંગની ફરિયાદો મળી હતી. જે અનુસંધાને શ્રમતંત્ર દ્વારા શ્રમયોગીની ફરિયાદમાં સુખદ નિકાલ આવે તે માટે 20 ઔદ્યોગિક એકમોમાં સમજાવટ કરીને કુલ 61 શ્રમયોગીઓને તેઓના બાકી લેણાં પેટે રૂ. 10,75,813 જેવી માતબર રકમનું ચુકવણું કરાવવામાં આવ્યું હતું. આ ફરિયાદો સિવાય કુલ 4 ઔદ્યોગિક એકમોમાં 7 શ્રમયોગીઓને રૂ. 1,94,280 નું સમજાવટથી ચુકવણું કરાવવામાં આવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું કે શ્રમ આયુક્ત કચેરી દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન દ્વારા અસરકારક, ત્વરિત વ્યવસ્થાના ભાગરૂપે કાયદાકીય માર્ગદર્શન, શ્રમયોગીઓની કલ્યાણકારી યોજનાઓની જાણકારી તથા ટેલિફોનિક ફરિયાદ નોંધવા માટે શ્રમિક સહાયક હેલ્પલાઇન ‘155372’ વર્ષ 2022 થી કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર ઉપર છેલ્લા એક વર્ષમાં કુલ 18,347 કોલ મળ્યા હતા, જેમાંથી 12,886 કોલ શ્રમતંત્ર તથા તેના સંલગ્ન વિવિધ બોર્ડ મારફત ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની જાણકારી માટે, 1364 કોલ વિવિધ શ્રમ કાયદાને લગતી જાણકારી મેળવવા, 1403 કોલ ફરિયાદો નોંધણી બાબતે,2557 કોલ ફરિયાદને લગતી માહિતી મેળવવા તેમજ 137 કોલ ફરિયાદ અન્વયે નિરાકરણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે શ્રમયોગીઓના બાકી પગાર, ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ, નોકરીમાંથી છુટા કરેલ હોય અને પુન: સ્થાપિત કરવા બાબતે, બોનસ ન મળવા બાબતે, સ્વાસ્થ્ય અને સલામતી વગેરેની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કારખાના ધારા-1948 અને તે હેઠળના નિયમો, વેતન ચુકવણી ધારા-1936, લઘુત્તમ વેતન અધિનિયમ-1948 જેવા વિવિધ કાયદાઓનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ડીઝલ ચોરોનો આતંક! ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો:ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી 73 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ગાંધીનગર : સુરત ટેકસટાઇલ માર્કેટ આગ મુદ્દે ગૃહમાં અપીલ