Surat News/ ગાંધીનગર : સુરત ટેકસટાઇલ માર્કેટ આગ મુદ્દે ગૃહમાં અપીલ

આગમાં સહાય મુદ્દે સુરત ધારાસભ્ય કુમાર કાનાણીની અપીલ

Top Stories Gandhinagar Gujarat Surat

Surat News : સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગના મુદ્દે ગૃહમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આગમાં સહાય કરવા મુદ્દે અપીલ કરી હતી. કાનાણીએ સુરત શહેરમાં સૌથી મોટી આગની દુર્ઘટના બની હોવાનું કહ્યું હતું. શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી. જે 36 કલાક સુધી કાબૂમાં આવી ન હોવાનું કાનાણીએ કહ્યું હતું.

આગની આ દુર્ઘટનામાં 450 દુકાનો સળગી ગઈ હતી જેને પગલે અનેક વેપારીઓ બરબાદ થયા હતા. આગ બુઝાવવા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું કાનાણીએ વધુમાં કહ્યું હતું. તે સિવાય અનેક વેપારીઓનો સુરત અને રાજ્યના વિકાસમાં સિંહ ફાળો છે, વેપારીઓ ફરીથી ઉભા થાય તથા રોજગાર શરૂ કરે તેવા પ્રયત્ન જરૂરી હોવાનું પણ કાનાણીએ કહ્યું હતું.

તમામ વેપારીઓ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ તથા આ આગ મામલે પણ સઘન તપાસ થવી જોઈએ એમ તેમણે કહ્યું હતું. વેપારીઓને મદદ અંગે મેં CM સાથે વાત કરી છે, એમ પણ કુમાર કાનાણીએ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યભરમાં બિન ખેતીની જમીનને N.A કરવાની પ્રક્રિયા થશે ઓનલાઈન : CM રુપાણી

આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ખેતીલાયક જમીનને બિનખેતીલાયક બતાવી કરવામાં આવે છે જમીનનું વેચાણ

આ પણ વાંચો:નકલી પોલીસ, નકલી MLA બાદ હવે નકલી બિનખેતીના હુકમ