વનડે સીરીઝમાં ૪-૧ થી સફાયો કર્યા બાદ ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામે ટી-20 સીરીઝમાં એક નવી શરૂઆત કરવા ઉતરી હતી. વેલિંગ્ટનમાં રમાઈ રહેલ પ્રથમ ટી20 માં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ન્યુઝીલેંડે પ્રથમ બેટિંગમાં 20 ઓવરમાં છ વિકેટે 219નો વિશાળ સ્કોર કર્યો હતો. જયારે ભારતીય ટીમે આ લક્ષ્ય હાંસલ કરી શક્યું નહીં અને 19.2 ઓવરમાં 139 રન બનાવ્યા. ભારત માટે, મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ 39 રન બનાવ્યા. શિખર ધવનએ 29 રન બનાવ્યાં અને વિજય શંકર 27 રન બનાવ્યા હતાં..
New Zealand send India to their biggest T20I defeat!
The visitors are bowled out for 139 in Wellington after Tim Seifert's 84 helped set up a crushing 80 run win for the Blackcaps!#NZviND scorecard ➡️ https://t.co/TTixTOEQaM pic.twitter.com/W8gh3ufYlg
— ICC (@ICC) February 6, 2019
જોકે બંનેના આઉટ થયા પછી ટીમ ઇન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી. રિષભ પંત (4), દિનેશ કાર્તિક (5) અને હાર્દિક પંડ્યા (4) જલ્દી આઉટ થતા ભારતે 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ધોની 39 રન બનાવી સાઉથીનો શિકાર બન્યો હતો.
Dhawan goes for 29 after looking ominous. Ferguson in the action again with a top yorker that hit Dhawan's pads and then the stumps. India 51/2 in the 6th. LIVE scoring | https://t.co/Dbnn1dR7t6 #NZvIND 📷= @PhotosportNZ pic.twitter.com/9TDcGfmHDg
— BLACKCAPS (@BLACKCAPS) February 6, 2019
કોહલીની ગેર હાજરીમાં ટીમની કમાન રો-હીટ શર્માએ આશ્ચર્યજનક પ્લેઇંગ ઈલેવન પસંદ કરી હતી. આ ટીમમાં ત્રણ વિકેટ કીપર, અને ત્રણ ઓલરાઉન્ડર નો સમાવેશ કરવવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ તરફતી સેઇફર્ટે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તે સિવાય મુનરોએ 20 બોલમાં 34 રન, કેપ્ટન કેન વિલિયમસને 22 બોલમાં 34 રન, ટેલરે 14 બોલમાં 23 રન અને સ્કોટ કુગેલજિને 7 બોલમાં 20 રન ફટકાર્યા હતા.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 51 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તો ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, પંડ્યા અને ચહલને એક એક વિકેટ મળી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણે વિકેટકીપરને એકસાથે રમી રહ્યા છે. રીષભપંત, દિનેશ કાર્તિક, અને એમ.એસ.ધોની એમ ત્રણ વિકેટ કીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ઓલ રાઉન્ડર વિજય શંકર, કૃણાલ પંડ્યા, અને હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરાયો છે. કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 219 રન ફટકાર્યા હતા. વળતા જવાબમાં ભારતની 80 રને હાર થઈ હતી
