Not Set/ મેહુલ ચોક્સી જ નહીં 28 ભારતીયોએ પણ એન્ટીગુઆની સીટીઝનશીપ માંગી

દિલ્હી, પંજાબ નેશનલ બેંકનું કરોડો રૂપિયાનું ચીટીંગ કરીને વિદેશ ફરાર થયલાં મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની સીટીઝનશીપ લઇને ત્યાં સ્થાયી થયા હોવાનો ખુલાસો થયા પછી હવે બીજો ચોંકાવનારો ખુલાસો થયો છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કેરેબીયન દેશના નાગરિકત્વ માટે માત્ર મેહુલ ચોક્સી જ નહીં પરંતું 28 જેટલાં ભારતીયોએ પણ અરજી કરી છે.2014થી અત્યાર સુધીમાં આ અરજીઓ થયેલી […]

Top Stories

દિલ્હી,

પંજાબ નેશનલ બેંકનું કરોડો રૂપિયાનું ચીટીંગ કરીને વિદેશ ફરાર થયલાં મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની સીટીઝનશીપ લઇને ત્યાં સ્થાયી થયા હોવાનો ખુલાસો થયા પછી હવે બીજો ચોંકાવનારો ખુલાસો થયો છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કેરેબીયન દેશના નાગરિકત્વ માટે માત્ર મેહુલ ચોક્સી જ નહીં પરંતું 28 જેટલાં ભારતીયોએ પણ અરજી કરી છે.2014થી અત્યાર સુધીમાં આ અરજીઓ થયેલી છે.

આ અરજીઓમાંથી 1 જાન્યુઆરીથી લઇને 30 જુન સુધીમાં 2017 સુધીમાં સાત વ્યક્તિઓને એન્ટીગુઆની સીટીઝનશીપ મંજુર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એન્ટીગુઆમાં 2,00,000 ડોલરનું રોકાણ કરવાથી ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે. અન્ટીગુઆની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને કોર્પોરેટ ગવર્નસના સીટીઝનશીપ બાય ઇનવેસ્ટમેન્ટ યુનિટના રિપોર્ટમાં ભારતીયોને નાગરિકત્વ આપવાનો ખુલાસો થયો છે.

એન્ટીગુઆના નેશનલ ડેવલપમેન્ટ ફંડમાં રોકાણ કરીને સરકારી સંપત્તિઓમાં રોકાણ કરનાર વિદેશીઓને ડબલ નાગરિકત્વ પણ મળી શકે છે. એન્ટીગુઆમાં 1,122 લોકોએ નાગરિકત્વ માટે અરજી કરી છે,જેમાંથી 28 ભારતીયો છે.સૌથી વધુ ચીનના 478 વ્યક્તિઓએ નાગરિકત્વ માટે અરજી કરી છે.

મેહુલ ચોક્સી 2017થી એન્ટીગુઆનો નાગરિક બની ગયો છે.