ભલે બિહારમાં ઘણી નદીઓનાં જળસ્તરમાં ઘટાડો થયો હોય, પરંતુ રાજ્યનાં 16 જિલ્લાઓમાં 37 લાખથી વધુની વસ્તી હજુ પણ પૂરથી પ્રભાવિત છે. આ દરમિયાન અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો દાવો છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન, પૂરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે 222 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – કાફલા પર થયો હુમલો / આતંકવાદીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના કાફલા પર ગ્રેનેડથી કર્યો હુમલો ,બે પાલીસ અને એક નાગરિક ઘાયલ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ગુરુવારે આપેલી માહિતી મુજબ, રાજ્યનાં 16 જિલ્લાનાં 100 બ્લોકમાં કુલ 719 પંચાયતો પૂરથી આંશિક અથવા સંપૂર્ણ રીતે પ્રભાવિત છે. ત્યાં 37 લાખથી વધુની વસ્તી પૂરની ચપેટમાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્યને તેજ કર્યું છે. વિભાગનાં એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પટના ઉપરાંત વૈશાલી, ભોજપુર, લખીસરાય, મુઝફ્ફરપુર, દરભંગા, ખાગરીયા, સહરસા, ભાગલપુર, સારન, બક્સર, બેગુસરાય, કટિહાર, મુંગેર, સમસ્તીપુર અને પૂર્ણિયા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં NDRF ની 17 ટીમ અને SDRF ની 12 ટીમો બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. આ સિવાય 2 એનડીઆરએફ અને 3 એસડીઆરએફની અન્ય ટીમો પહેલાથી જ અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / બિડેન વહીવટીતંત્રે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
અસરગ્રસ્ત વિસ્તારોમાં 3,045 બોટ ચલાવવામાં આવી રહી છે. અધિકારીનું કહેવું છે કે જરૂરિયાત મુજબ આ બોટની સંખ્યા પણ વધારી શકાય છે. અધિકારીએ કહ્યું કે, 2 લાખ 95 હજારથી વધુ પોલિથિન શીટ અને 1 લાખ 77 હજાર સૂકા રાશન પોકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય તમામ જિલ્લાઓમાં પાકનાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આકારણી બાદ ખેડૂતોને વળતર આપવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 74 રાહત શિબિરો અને 865 સમુદાય રસોડા ચલાવવામાં આવી રહ્યા છે. પૂરનાં પાણીને કારણે અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયા છે. વિભાગનાં જણાવ્યા મુજબ, 3,70,922 પૂરગ્રસ્ત પરિવારોને કુલ રૂ. 222.55 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
