મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જન આશિર્વાદ યાત્રા કાઠતા ભાજપનાં કાર્યકરોથી ઉદ્ધવ સરકાર નારાજ થઇ હતી અને તેના કારણે સરકારે કડકતા દર્શાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં યાત્રા કાઠવા બદલ ભાજપનાં કાર્યકરો સામે એક કે બે નહીં પરંતુ 7 એફઆઈઆર નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાઓ પર કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ભયાનક ક્ષણ / અમેરિકન પ્લેનમાંથી પડી ગયેલા છોકરાના પરિવારે દર્દનાક કહાની સંભળાવી, હાથ -પગ પણ ગાયબ
કોવિડ પ્રોટોકોલનાં ઉલ્લંઘન બદલ ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર, ચેમ્બુર, ગોવંડી પોલીસ સ્ટેશનમાં 7 અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેનાનાં સ્થાપક બાલાસાહેબ ઠાકરેનાં સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યાનાં કલાકો બાદ, શિવ સૈનિકોએ ગુરુવારે સ્થળને ગૌમૂત્રથી ધોઈ નાખ્યું અને તેને શુદ્ધ કરવા માટે દૂધથી અભિષેક કર્યો હતો. ભાજપની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં ઘણા લોકોએ માસ્ક પહેર્યા ન હોતા. જ્યારે કોરોના પ્રોટોકોલ હેઠળ આવું કરવું જરૂરી છે. આ સાથે, મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. આ કારણે મુંબઈ પોલીસે ભાજપનાં કાર્યકરો સામે કેસ નોંધ્યા છે. મુંબઈનાં કોપરી પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, આયોજકોએ જન આશીર્વાદ યાત્રા માટે પોલીસ પરવાનગી પણ લીધી ન હોતી. પોલીસે ભાજપનાં કાર્યકરો વિરુદ્ધ IPC કલમ – 188, 269, 270 વગેરે હેઠળ કેસ નોંધ્યો છે. કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલનાં સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટનાં રોજ નીકળેલી યાત્રામાં ભાજપનાં સેંકડો કાર્યકરોએ હાજરી આપી હતી. મુલાકાત દરમિયાન શહેરનાં વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Mumbai: Seven separate FIRs registered at Vile Parle, Kherwadi, Mahim, Shivaji Park, Dadar, Chembur, Govandi police stations against BJP's Jan Ashirwad Yatra for violation of #COVID19 protocols.
— ANI (@ANI) August 19, 2021
આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / બિડેન વહીવટીતંત્રે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
આપને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં, મોદી સરકારમાં સમાવિષ્ટ મંત્રીઓને સ્વતંત્રતા દિવસ પછી ભાજપનાં અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા જાહેર જનતા સાથે જોડાવાની સૂચના આપવામાં આવી હતી. પાર્ટીનાં નેતાઓને જનતા સાથે સીધો જનસંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભે, પક્ષનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ મંત્રીઓને પત્ર લખીને જન આશીર્વાદ યાત્રા કાઠવાનું કહ્યું હતું. આ યાત્રા અંતર્ગત મંત્રીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર લોકસભા મત વિસ્તારને આવરી લેવા માટે કહેવામાં આવ્યું છે.
