Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સચિન વાઝેના જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી તેની ધરપકડ બાદ 26.50 લાખ ઉપાડવામાં આવ્યા,NIA ની કસ્ટડી 7મી સુધી લંબાવાઈ

ફિલ્મી સસ્પેન્સ-થ્રિલર સ્ટોરીની જેમ મનસુખ હત્યાકેસની તપાસ કરી રહેલી NIA સમક્ષ રોજ અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે.એન્ટિલિયા ઘટના અને મનસુખ હિરેન હત્યા કેસમાં ધરપકડ કરાયેલ સચિન વાઝેની NIA કસ્ટડી 7

April 4, 2021Bhavini vasani
Top Stories India

ફિલ્મી સસ્પેન્સ-થ્રિલર સ્ટોરીની જેમ મનસુખ હત્યાકેસની તપાસ કરી રહેલી NIA સમક્ષ રોજ અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે.એન્ટિલિયા ઘટના અને મનસુખ હિરેન હત્યા કેસમાં ધરપકડ કરાયેલ સચિન વાઝેની NIA કસ્ટડી 7 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. હવે 7 એપ્રિલે વાઝે, વિનાયક શિંદે અને નરેશ ગોરને NIAએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.  દરમિયાન NIAએ કોર્ટને જણાવ્યું હતું કે સચિન વાઝેની ધરપકડના પાંચ દિવસ પછી, તેમના અને તેના સહયોગીના સંયુક્ત બેંક એકાઉન્ટમાંથી 26.50 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ રકમ 18 માર્ચે કાઢવામાં આવી હતી. તેવી જ રીતે વાઝેના સંયુક્ત બેંક લોકરમાંથી પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કાઢી લેવામાં આવ્યા હતા.

સાવધાન! / હવે જો માસ્ક વિના બહાર નીકળ્યા છો આવી બન્યું સમજજો, પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ

જોકે એનઆઈએએ વાઝેના સાથીનું નામ લીધું નથી. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેને લેપટોપ, ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) અને ક્ષતિગ્રસ્ત હાલતમાં એક સીપીયુ સહિત અનેક મહત્વપૂર્ણ વસ્તુઓ મળી આવી હતી. તેમની તપાસ કરવાની જરૂર છે. એનઆઈએ પણ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની મોત મામલે તપાસ કરી રહી છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે વાઝને 4 માર્ચે ગુનાના સ્થળે નજીકથી સ્પોટ કરવામાં આવ્યો હતો. હિરેનની લાશ 5 માર્ચે થાણેથી મળી હતી. એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે 2 એપ્રિલે મર્સિડીઝ કાર કબજે કરવામાં આવી હતી. એજન્સીએ દક્ષિણ મુંબઈની એક ક્લબમાંથી એક ડાયરી પણ મળી છે જેમાં વાઝેને ચૂકવવામાં આવેલી મોટી રકમનો ઉલ્લેખ છે.

અધવચ્ચે કેમ? / Assam ની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રોકી દીધુ ભાષણ

એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તેને વાઝેના ઘરે કોઈ અજાણ્યા વ્યક્તિનો પાસપોર્ટ મળી આવ્યો છે. વ્યક્તિને ઓળખવા માટે વાઝેની કસ્ટડીની જરૂર છે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે જણાવ્યું હતું કે વાજેનું એક સંયુક્ત બેંક ખાતું છે અને તેના સાથીદાર સાથે સંયુક્ત લોકર છે. સિંહે વાજેને બીજા છ દિવસ અટકાયત કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે એનઆઈએએ આ મામલે હજી ઘણી તપાસ કરવાનીછે. હવે સચિન વાઝેને પણ 7 એપ્રિલે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કોરોનાનો અજગરી ભરડો  / છેલ્લાં 24 કલાકમાં 13 લોકોના મોત સાથે નોધાયાં 2815 નવા કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

દેશમાં લાખ તરફ ધપતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 92,943 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં વધુ 514ના મોત, એક્ટિવ કેસનો આંક હવે 6.87 લાખ, દેશમાં કુલ કેસ સવા કરોડના આંક પર, છેલ્લાં 24 કલાકમાં 60,044 રિકવર
આવતીકાલથી રિઝર્વેશન વિના પણ થઈ શકશે ટ્રેનમાં મુસાફરી, 71 ટ્રેનોની યાદી જાહેર

More Posts

Threat To Nitin Gadkari/ નીતિન ગડકરીને ખંડણીની ધમકી મામલે તપાસ માટે NIAની ટીમ પહોંચી નાગપુર,આરોપીનો લશ્કર-એ-તૈયબા સાથે સંબધ

May 25, 2023garima rao

Vadodara/ સરકારી હોસ્પિટલોમાં અંધેર રાજ.!! કલાકો સુધી વેન્ટિલેટર ન મળતાં આખરે દર્દીનું મોત ..

December 26, 2020December 26, 2020padma prajay
Benjamin Netanyahu નો કડક સંદેશ: બ્લેકમેલિંગ નહીં ચાલે

Israel US Iran War/ Benjamin Netanyahu નો મોટો આરોપ: ઈરાન બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

March 20, 2026Maya Sindhav

Worldcup/ વન મેન આર્મી મેકસવેલના દમ પર ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં, અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું,

November 7, 2023November 8, 2023garima rao

Not Set/ દિલ્લી : ધુમ્મસના લીધે ૧૨ ટ્રેન ચાલી રહી છે મોડી

January 2, 2019January 2, 2019foram patel

Not Set/ નરોડામાં પરિવારોના ત્રણ સભ્યોએ કરી સામૂહિક આત્મહત્યા, વૃધ્ધ માતાને પીવડાવ્યું ઝેર

September 12, 2018Nirmal Acharya

Manipur Violence/ મણિપુરમાં વધુ એક મહિલા પર સામૂહિક બળાત્કારનો આરોપ

August 10, 2023garima rao
Accident

odisha news/ ઓડિશામાં મોટો માર્ગ અકસ્માત,ટ્રક PCR વાન સાથે અથડાતા 5 પોલીસકર્મીઓના મોત

February 22, 2026February 22, 2026Panara Mansi

National News/ ‘કોંગ્રેસને બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓના મતોની જરૂર છે’:નિશિકાંત દુબે

May 23, 2025May 23, 2025Panara Mansi

Not Set/ પશ્ચિમ બંગાળનું નામ બદલીને કરાશે “બાંગ્લા”, વિધાનસભામાં સર્વ સમંતિથી પાસ થયું બીલ

July 26, 2018July 26, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy