Not Set/ છેલ્લાં 24 કલાકમાં 13 લોકોના મોત સાથે નોધાયાં 2815 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2815 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,15,563 ઉપર પહોચ્યો છે.

Top Stories Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોના અજગરી ભરડો દિન પ્રતિદિન ઘેરાતો જઈ રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2815 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,15,563 ઉપર પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2063 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,96,713 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા14,298 છે.

રાજ્યમાં સૌથી વઘુ કેસ અમદાવાદ શહેરમાં નોધાયા છે. 646 કેસ સાથે અમદાવાદ સૌથી ઉપર રહ્યું છે. જયારે કોરોનાથી આજે સુરતમાં 5 લોકોના, અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે. ભાવનગર, વડોદરા અને તાપીમાં પણ 1-1 લોકોના મોત થયું છે.