મુંબઈ
સુપરસ્ટાર સલમાન ખાનની ખાસ દોસ્ત યુલિયા વંતૂર બોલિવૂડમાં શરૂઆત કરવામાં જઈ રહી છે. યુલિયા ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ નામની ફિલ્મ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન આ ફિલ્મમાં પૈસા લગાવી રહ્યા છે. જોકે આ વાત હજુ સુધી ખુલીને સામે આવી નથી. કેમ કે આ ફિલ્મનું નિર્દેશન પ્રેમ આર. સોની કરી રહ્યા છે અને સલમાનના સારા મિત્ર છે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પાછળ સલમાન ખાન જ છે.
Jimmy Sheirgill and Lulia Vantur… Presenting the first look poster of #RadhaKyonGoriMainKyonKaala… Directed by Prem R Soni… May 2019 release. pic.twitter.com/Ul4jZ2VSox
— taran adarsh (@taran_adarsh) October 15, 2018
આપને જણાવી દઈએ કે ફિલ્મના પોસ્ટરમાં યુલિયા મીરાબાઈના રૂપમાં નજરે પડી રહી છે. પીળા રંગની સાડી, ગુલાબની માળા પહેરીલી તે ભક્તિમય જોવા મળી રહી છે. પોસ્ટરમાં ગીતાની લાઈન પણ જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/Bo9tRMGnno0/?utm_source=ig_embed
આ ફિલ્મમાં યુલિયાના સાથે જિમી શેરગિલ છે. ફિલ્મમાં જિમી પહેલા રણદીપ હુડ્ડાને લેવામાં આવ્યા હતા પરંતુ તેઓએ આ ફિલ્મ છોડી દીધી હતી અને પછી જિમીએ તેમની જગ્યા લઇ લીધી. આ મુવી ને દિલ્હી, મથુરા અને પોલેન્ડમાંમાં ફિલ્માવામાં આવશે અને આ મુવી 2019માં રિલીઝ કરવામાં આવશે.
