ભારત સરકારે નોકરીના આંકડાઓ ઠીકઠાક કરવા માટે અનપેડ મહિલાઓને રોજગાર રૂપે માનવાની તૈયારી કરી છે. ખાસ તો મહિલાઓ દ્વારા કરવામાં આવતા ઘરકામ નું મેપિંગ કરવામાં આવશે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના મહાનિદેશક દેબી પ્રસાદ મંડલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સરકારે જાન્યુઆરીથી એક વર્ષ સુધી આવો સર્વે કરવાની યોજના બનાવી છે. આમ એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે ઘરકામ કરતી મહિલાઓ કેવી રીતે ઘરમાં સમય પસાર કરે છે.

એક રિપોર્ટ મુજબ આ સર્વેના પરિણામો જૂન 2020માં રિલીઝ કરવામાં આવશે. અને દર ત્રણ વર્ષે એકવાર આવો સર્વે કરવામાં આવશે. મંડલે જણાવ્યું કે આંથી આપણે જાણી શકીશું કે મહિલાઓ કપડાં ધોવામાં અને કૂકીંગમાં કેટલો સમય પસાર કરે છે. આ પરિણામોથી પોલીસીમેકર્સને એ જાણવામાં મદદ મળશે કે ઈકોનોમીમાં રોજગારની શું સ્થિતિ છે. અને વેલ્ફેર પ્રોગ્રામ કેવી રીતે ચલાવવા જોઈએ.
દુનિયાની સૌથી વધારે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારતમાં ઈકોનોમી ડેટામાં ખાસું અંતર છે. જેથી એ જાણવું મુશ્કેલ છે કે મહત્વપૂર્ણ સેક્ટરોમાં જોબની શું સ્થિતિ છે. ખાસ તો માર્કેટ, રિટેલ અને હાઉસિંગ બાબતે આ વિષે સ્પષ્ટ જાણી શકાતું નથી. ભારતમાં લગભગ 70 કરોડ જેટલી જનસંખ્યા વર્કફોર્સથી બહાર છે.
