Ahmedabad News/ અમદાવાદમાં રહેણાંક મકાનમાં જાણો કેવી રીતે આગ લાગી અને 2નાં થયા કરૂણ મોત

સિલિન્ડર વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વાસણા ખાતે જીવરાજ મહેતા પાર્ક નજીક આગ (Fire)ની ઘટના બની હતી, જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી (Fire broke out) નીકળી હતી. જ્ઞાનદા સોસાયટીના ઘર નંબર 24 ના ગોડાઉનમાં રાખેલા એસી, ફ્રિજ, લાઇટર ગેસ સિલિન્ડર અને કોમ્પ્રેસરમાં વિસ્ફોટ (Cylinder Blast) થતાં એક ગર્ભવતી મહિલા અને તેના 2 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. સિલિન્ડર વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

માહિતી મુજબ, બંગલાના માલિકે ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદેસર વેરહાઉસમાં ફેરવી દીધો હતો. મકાનમાલિકના પત્ની સરસ્વતીબેન (42) અને પુત્ર સૌમ્ય (2)નું ઉપરના માળે ગૂંગળામણથી મૃત્યુ થયું. મકાનમાલિક, જગદીશ મેઘાણી, બાજુના સંકુલમાં એસી અને રેફ્રિજરેટર માટે કાચા માલનો વ્યવસાય ચલાવે છે. ઘરમાં લગભગ 3000 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. આગમાં નજીકમાં પાર્ક કરેલી 4 કાર અને 7 ટુ-વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા.

સોસાયટીના ચેરમેનના મતે દક્ષિણ પશ્ચિમ ઝોન (South West Zone)નાં એસ્ટેટ વિભાગ (Estate department)ને ગેરકાયદેસર ધમધમતા ગોડાઉનની માહિતી આપી હતી તેમજ દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘરમાં જ ગેસના બાટલા સંગ્રહિત કરાતા જાનમાલનનું નુકસાન થવાનો પણ ભય રહેલો હતો. નોટિસમાં પણ સ્પષ્ટ કહ્યું હતું. આગ લાગવાથી નજીકના 2 ઘરો, 4 કાર અને 7 ટુ-વ્હીલરોને ઘણું નુકસાન થયું હતું, તેમજ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ ફાયરબ્રિગેડ (Fire brigade)ને જાણ કરી દેવાઈ હતી. મહિલા અને એક બાળક બેભાન અવસ્થામાં હતા, પરંતુ સારવાર માટે લઈ જતાં જ દમ તોડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છત્તીસગઢના બાલોદા માર્કેટમાં સતનામી સમાજનો ઉગ્ર વિરોધ, કલેક્ટર-AC ઓફિસને આગ

આ પણ વાંચો:નોઈડામાં AC ફાટતા લાગી ભીષણ આગ, લોટસ બુલેવાર્ડ સોસાયટીના અનેક ફલેટ આગની લપેટમાં

આ પણ વાંચો:મુંબઈના ધારાવી વિસ્તારમાં ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટની ઘટના