Gujarat Election/ ભાજપે પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ તરીકે ડો. ભરત બોઘરાની કરી નિમણૂક

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે કમરસકી છે, પ્રચાર માધ્યમ તેજ થઇ ગયો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે કમરસકી છે, પ્રચાર માધ્યમ તેજ થઇ ગયો છે. હાલ રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર અર્થે રાજયમાં આવી રહ્યા છે.હાલ ભાજપ એકશન મોડમાં છે. આજે સીઆર પાટિલની સૂચનાથી રાજકોટની પાંચ વિધાનસભા બેઠકો પર ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીના લીધે ભાજપે ઇન્ચાર્જની નિમણૂક કરી રહી છે, રાજકોટ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભરતભાઇ બોઘરાની નિમણૂક કરી છે. હાલ આમ આદમી પાર્ટી મેદાને આવી છે ત્યારથી ભાજપ ખુબ સક્રીય પ્રચારના કામે લાગી ગઇ છે. ભાજપ કોઇ પણ બેઠક પર ઢીલું મૂકવા ઇચ્છતી  નથી.

હવે ચૂંટણીને ગણતરીના દિવોસ જ બાકિ રહ્યા છે,બે તબક્કામાં રાજ્યની ચૂંટણી યોજાવવાની છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

Gujarat Election/કોંગ્રેસે ક્યારેય આતંકવાદી હુમલાની નિંદા કેમ નથી કરી? ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન