Iran US conflict news 2026: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે અમેરિકા પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે વોશિંગ્ટન એક તરફ શાંતિની વાટાઘાટોનો દેખાવ કરી રહ્યું છે અને બીજી તરફ ઈરાન પર જમીની આક્રમણ (Ground Invasion) કરવાની ગુપ્ત તૈયારીઓ કરી રહ્યું છે. આ નિવેદન બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.
ગલ્ફના ઔદ્યોગિક એકમો પર ઈરાની હુમલા
રાજકીય નિવેદનોની વચ્ચે ઈરાને (Iran) જમીની સ્તરે હિંસક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) અને બહેરીનમાં આવેલા વિશાળ એલ્યુમિનિયમ પ્લાન્ટ્સને ઈરાની મિસાઈલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે:
બહેરીન (Alba Aluminium): આલ્બા એલ્યુમિનિયમ પ્લાન્ટ પર થયેલા હુમલામાં બે કર્મચારીઓ ઘાયલ થયા છે અને ફેક્ટરીને મોટું નુકસાન થયું છે.
UAE (Emirates Global Aluminium): અમીરાત ગ્લોબલ એલ્યુમિનિયમ (EGA) પર પણ ઈરાને (Iran) જોરદાર હુમલો કર્યો છે. ઈરાનનો (Iran) દાવો છે કે આ કંપનીઓ અમેરિકાના સૈન્ય અને એરોસ્પેસ સેક્ટરને મદદ પૂરી પાડે છે.
IRGC એ સ્વીકારી હુમલાની જવાબદારી
ઈરાનના (Iran)ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ હુમલાઓની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે, આ કાર્યવાહી ઈરાની ઔદ્યોગિક સ્થળો પર થયેલા અગાઉના હુમલાઓનો બદલો છે. ઈરાની (Iran) સેના અત્યારે ‘હાઈ એલર્ટ’ પર છે અને સ્પીકર ગાલિબાફે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તેના પ્રાદેશિક સાથી દેશોએ (Regional Allies) તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર ઈરાની (Iran) નિયંત્રણને કારણે વૈશ્વિક શિપિંગ અને તેલ-ગેસના પુરવઠામાં પહેલેથી જ મોટો અવરોધ ઉભો થયો છે. હવે ઔદ્યોગિક એકમો પરના હુમલાને કારણે એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ભાવમાં પણ વૈશ્વિક સ્તરે ઉછાળો આવી શકે છે, જેની અસર ભારત સહિતના અનેક દેશોના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પડશે.
આ પણ વાંચો : મોંઘવારીનો માર! કોન્ડોમથી લઈને પેરાસિટામોલ અને ડ્રાય ફ્રુટ્સના ભાવમાં મોટો ઉછાળો
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત
