Condom price hike India Israel Iran war: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની અસર હવે ભારતીય બજારમાં કોન્ડોમ, દવાઓ અને ડ્રાય ફ્રુટ્સ પર જોવા મળી રહી છે. કાચા માલની અછતને કારણે દેશમાં કોન્ડોમની કિંમતોમાં 40 થી 50 ટકા સુધીનો તોતિંગ વધારો થવાની શક્યતા છે.
શા માટે મોંઘા થશે Condom ?
કોન્ડોમ (Condom) બનાવવા માટે જરૂરી એવા ‘એનહાઈડ્રસ એમોનિયા’ માટે ભારત 86% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે સાઉદી અરેબિયા, કતાર અને ઓમાન જેવા દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે હોર્મુઝ રૂટ પર જહાજોની અવરજવર અટકી ગઈ છે, જેનાથી એમોનિયા અને લુબ્રિકન્ટ તરીકે વપરાતા સિલિકોન ઓઈલનો પુરવઠો ઠપ થઈ ગયો છે. HLL લાઈફકેર અને મેનકાઈન્ડ ફાર્મા જેવી મોટી કંપનીઓ હાલમાં રો-મટીરિયલની અછતનો સામનો કરી રહી છે.
આરોગ્ય અને ફેમિલી પ્લાનિંગ પર જોખમ
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોન્ડોમ (Condom) મોંઘા થવાની સીધી અસર ગરીબ વર્ગ પર પડશે. ગર્ભનિરોધકોનો ઉપયોગ ઘટવાથી:
અનિચ્છનીય ગર્ભધારણના કિસ્સા વધશે, માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરમાં વધારો થઈ શકે છે, જાતીય સંક્રમિત રોગો (STIs) ફેલાવાનું જોખમ વધશે, ભારત સરકારના 2030 સુધીના નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામના લક્ષ્યોને મોટો ફટકો પડી શકે છે.
દવાઓ અને ડ્રાય ફ્રુટ્સ પણ આસમાને
માત્ર કોન્ડોમ ()Condomજ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે:
પેરાસિટામોલ: તાવની સામાન્ય દવા પેરાસિટામોલનો કાચો માલ 47% મોંઘો થયો છે.
ડ્રાય ફ્રુટ્સ: દિલ્હીના ખારી બાવલી બજારમાં બદામ, પિસ્તા, અંજીર અને ખજૂરના ભાવમાં 20 થી 50 ટકાનો વધારો થયો છે.
ખોરાકની આદતમાં ફેરફાર: ગેસની અછતને કારણે લોકો હવે ‘રેડી-ટુ-ઈટ‘ (પેકેટ બંધ) ખોરાક તરફ વળ્યા છે, જેના વેચાણમાં 15% થી 20% નો ઉછાળો આવ્યો છે.
શું છે યુદ્ધની સ્થિતિ?
ફેબ્રુઆરી 2026 માં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કરેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી‘ હુમલા બાદ સ્થિતિ વણસી છે. ઈરાનના અનેક નેતાઓના મોતના પગલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધ્યો છે, જ્યાંથી ભારતનો 80-85% LPG પુરવઠો પસાર થાય છે.
આ પણ વાંચો : પાકિસ્તાન અને ઈરાન વચ્ચે શું થઈ ગુપ્ત સમજૂતી? PM શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી લાંબી ચર્ચા
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત
