USA Train Van Collision Mississippi: અમેરિકાના મિસિસિપી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. એક રેલ્વે (Train) ક્રોસિંગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડી અને મુસાફરો ભરેલી વૅન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે વૅનમાં સવાર 6 મુસાફરોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
Train દ્વારા ક્રોસિંગ પર સર્જાયો કાળ
મળતી માહિતી મુજબ, આ ઘટના મિસિસિપીના વિગિન્સ શહેર પાસે બની હતી. પથ્થર કાઉન્ટીના કોરોનર વેન ફ્લરીએ પુષ્ટિ કરી છે કે તમામ મૃતકો વૅનમાં સવાર હતા. ‘કનેડિયન પેસિફિક કેન્સાસ સિટી’ની માલગાડી (Train) જ્યારે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વૅન તેની અડફેટે આવી ગઈ હતી. ટ્રેનમાં (Train) સવાર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી, પરંતુ વૅનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી છે, જે અત્યંત દુખદ છે. મૃતકોમાં: 26 વર્ષીય ડ્રાઈવર રાયન સી. પીટરસન, 45 વર્ષીય ક્રિસ્ટિના કાર્વર અને તેમની બે દીકરીઓ (22 વર્ષીય એમલી અને 20 વર્ષીય સારાબેથ) અને 23 વર્ષીય ડેમાર્કસ પર્કિન્સનો સમાવેશ થાય છે. વૅનમાં સવાર માત્ર એક 23 વર્ષીય યુવતીનો જીવ બચ્યો છે, પરંતુ તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં તે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે.
તપાસના આદેશ અને સંવેદના
રેલરોડ (Train) કંપનીએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સ્ટોન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા આ અકસ્માત પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ક્રોસિંગ (Train) પર સિગ્નલ કે સુરક્ષાની કોઈ ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :પુતિનની ચેતવણી- ‘ઈરાન યુદ્ધ કોરોના કરતા પણ વધુ ખતરનાક સાબિત થશે’
આ પણ વાંચો : વ્લાદિમીર પુતિનને યુદ્ધમાં મોટો ફાયદો! તેલ વેચાણથી દરરોજ $760 મિલિયન કમાણી
આ પણ વાંચો : ઇઝરાયેલ-અમેરિકા vs ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી!
